મલાઇકા અરોરાનાં પેરેન્ટ્સથી મળવા પહોચ્યો અર્જૂન કપૂર, ફેમિલી ડિનરનાં ફોટા VIRAL

મલાઇકા અરોરાનાં પેરેન્ટ્સથી મળવા પહોચ્યો અર્જૂન કપૂર, ફેમિલી ડિનરનાં ફોટા VIRAL
મલાઇકા અરોરાનાં પેરેન્ટ્સથી મળવા પહોચ્યો અર્જૂન કપૂર

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં લાગે છે આ વર્ષે વધુ એક સેલિબ્રિટી વેડિંગ થવાની છે. એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) અને બ્યૂટીફૂલ મલાઇકા અરોરા (Malaika Arora) નો સંબંધ હવે કોઇનાંથી છુપાયેલો નથી રહ્યો. બંનેને ઘણી વખત એક સાથે હેંગઆઉટ કરતાં સ્પોટ કર્યો હતો. આ વચ્ચે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની કેટલીક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ગુરૂવરની રાત મલાઇકા અને પેરેન્ટ્સનાં ઘરે ગઇ હતી જ્યાં તેની આખી ફેમિલીની સાથે અર્જુન કપૂર પણ હતો.

  વાયરલ થયેલી તસવીરોમાં અર્જુન કપૂર બ્લેક ટી-શર્ટ અને ડેનિમમાં તે મલાઇકા કેઝ્યુઅલ અંદાજમાં નજર આવી હતી. ખાસ વાત એ છે કે, આ દરમિયાન મલાઇકાનાં દીકરા અરહાન ખાન પણ આ ફેમિલી ડિનરમાં હાજર રહ્યો હતો. અર્જુન અને મલાઇકાએ તો તેનાં પ્રેમનો ઇઝહાર ખુલેઆમ કરી દીછો છે. હવે લાગે છે કે, કપૂર ફેમિલીમાં જલ્દી જ લગ્નની શરણાઇઓ વાગવાની છે.  મલાઇકા અરોરાની સાથે ડિનર પર તેનાં માતા પિતા અને અર્જુન કપૂર ઉપરાંત તેની બહેન અમૃતા અરોરા અને બંને બાળકો અને અમૃતાનાં પિતા પણ હાજર હતાં. આપને જણાવી દઇએ કે, મલાઇકા અરોરા અને અરબાઝ ખાનનો એક જ દીકરો અરહાન ખાન છે. અરહાનની ઉંમર 18 વર્ષ છે. માતા પિતાનાં અલગ થયા બાદ અરહાન તેની માતા મલાઇકા સાથે રહે છે. ઘણાં સમયથી એમ પણ કહેવાય છે કે, આ બંને જલ્દી જ લગ્ન કરવાનાં છે. મલાઇકાનું કહેવું હતું કે, દરેક વ્યક્તિને બીજી તક મળવી જોઇએ કારણ કે છુટાછેડા બાદ જીવન પૂર્ણ નથી થઇ જતું.
  Published by:Margi Pandya
  First published:February 19, 2021, 18:33 pm

  ટૉપ ન્યૂઝ