બોલિવૂડ સ્ટાર્સનો બાઇકના ક્રેઝ (Bike Craze) આખી દુનિયામાં પ્રખ્યાત છે. જ્હોન અબ્રાહમ, સલમાન ખાન, શાહિદ કપૂર, કુણાલ ખેમુ સહિત ઘણા ફિલ્મ સ્ટાર્સ પોતાની મોંઘી બાઇક સાથે મુંબઇના રસ્તાઓ પર જોવા મળે છે. હવે આ નામોમાં વધુ એક ફેમસ નામ જોડાઈ ગયું છે અને તે છે અર્જુન કપૂર (Arjun Kapoor). જીહાં, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અર્જુન કપૂરે પોતાની 'નવી મિત્ર'ની ઝલક બતાવી છે, જે ડુકાટી સ્ક્રેમ્બલર 1100 બાઇક (Ducati Scrambler) છે. આ બાઇકની કિંમત 13 લાખ રૂપિયા છે. બોલિવૂડ અભિનેતાએ તેની નવી બાઇક (New Bike) સાથે પોઝ આપી સોશ્યલ મીડિયા પર અમુક ફોટાઓ શેર કર્યા હતા. અર્જુને કેપ્શનમાં લખ્યું કે, “મારી નવી ફ્રેન્ડને મળવા માટે રાઇટ સાઇટ સ્વાઇપ કરો. મેં ઘણા પ્રયાસો કર્યા અને સપ્તાહના અંતમાં અમે મળ્યા”
એક્ટરની આ પોસ્ટ પર ડુકાટી ઇન્ડિયાએ પણ રીએક્શન આપ્યું છે અને લખ્યું કે, “સ્વાઇપ કરીને ખુશી થઇ.” આ ઉપરાંત અર્જુન કપૂરના મિત્ર અને અભિનેતા રણવીર સિંહે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “ઉફ”. આ સિવાય અર્જુન કપૂરની બહેન શુલા કપૂરે પણ તેની પ્રતિક્રિયા આપી કમેન્ટ કરી હતી.
આ બાઇકની કિંમત છે રૂ.13 લાખ
અર્જુક કપૂરની આ નવી બાઇકની કિંમત રૂ.13 લાખ છે. બાઇક 803સીસી, એર-કૂલ્ડ, ટ્વીન-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે, જે 71.87 બીએચપી પાવર અને 66.2 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે.
અભિનેતાએ અગાઉ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે તેની પહેલી ફિલ્મ ઇશકઝાદેમાં યેઝદી સાથે બાઇક ચલાવવાનું શરૂ કર્યું હતું. આ બાઇક પણ ખૂબ દમદાર હતી, જે ફિલ્મમાં અર્જુન કપૂરના પાત્ર સાથે એકદમ સુસંગત હતી. તે પહેલાં તેણે આ જિંદગીમાં ક્યારેય બાઇક ચલાવી નહોતી, અને ઉમેર્યું હતું કે બાઇકની તુલનામાં તે ફરવા માટે કારને પસંદ કરે છે. કારમાં પણ તે સેડાન કરતાં એસયુવી વધારે પસંદ કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા છેલ્લે ક્રિટિક્સ દ્વારા વખણાયેલી ફિલ્મ સંદીપ ઔર પિંકી ફરારમાં જોવા મળ્યો હતો. જેમાં તેની સાથે પરિણીતી ચોપરા પણ હતી. હવે તે દિશા પટાણી, તારા સુતરિયા, અને જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે. તે ધ લેડીકિલર નામની ફિલ્મમાં પણ જોવા મળશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર