Home /News /entertainment /મલાઇકા અરોરા લગ્ન પહેલા જ થઇ ગઇ પ્રેગનેન્ટ? અર્જૂન કપૂરની આ પોસ્ટ થઇ વાયરલ
મલાઇકા અરોરા લગ્ન પહેલા જ થઇ ગઇ પ્રેગનેન્ટ? અર્જૂન કપૂરની આ પોસ્ટ થઇ વાયરલ
Photo Credit : @arjunkapoor Instagram
ઈન્સ્ટાગ્રામ પર અર્જુન કપૂરે મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીના સમાચારનો સ્ક્રીનશોટ શેર કરતા ઘણું લખ્યું છે. રિપોર્ટર અને વેબસાઈટને ટેગ કરતા એક્ટરે કહ્યું કે આટલી બેદરકારીથી તેઓએ આવા સમાચાર પબ્લિશ કર્યા છે.
Malaika Arora Pregnancy:ઘણી વેબસાઈટ પર એવા સમાચાર જોવા મળી રહ્યા હતા કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આગામી મહિનાઓમાં તેમના પહેલા બાળકનું સ્વાગત કરી શકે છે. આ સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા હતા.
પરંતુ અર્જુન કપૂરના ગુસ્સાએ આ સમાચાર પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. તમને જણાવી દઈએ કે અર્જુને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અર્જુન કપૂરે મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીના સમાચારનો સ્ક્રીનશોટ શેર કરતા ઘણું લખ્યું છે. રિપોર્ટર અને વેબસાઈટને ટેગ કરતા એક્ટરે કહ્યું કે આટલી બેદરકારીથી તેઓએ આવા સમાચાર પબ્લિશ કર્યા છે. આ ખૂબ ઇનસેંસિટિવ અને અનએથિકલ છે. પહેલા તમે એ પણ જુઓ કે અર્જુન કપૂરે તેની સ્ટોરી પર શું પોસ્ટ કર્યું છે.
મલાઈકાની પ્રેગ્નન્સીને લઈને ગુસ્સે થયો અર્જૂન
હકીકતમાં આ રિપોર્ટમાં મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીને લઇને દાવો કરવામાં આવી રહ્યો હતો. આ મુજબ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઓક્ટોબરમાં લંડન ગયા હતા જ્યાં બંનેએ તેમના નજીકના લોકોને આ પ્રેગનેન્સી વિશે જણાવ્યું હતું. આ સમાચાર પર એક્ટર ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે તે ઘણીવાર આવા ફેક ગોસિપ આર્ટિકલ્સને ઇગ્નોર કરી દઇએ છે, જેના કારણે જર્નલિસ્ટ આવા સમાચાર છાપતા રહે છે. ઇટ્સ નોટ ડન.
અર્જુન કપૂરે પોતાની વાત પૂરી કરી અને લખ્યું કે તમે અમારી પર્સનલ લાઇફ સાથે રમવાની હિંમત ન કરો. એક્ટરનું રિએક્શન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બીજી તરફ, એક્ટર દ્વારા જે વેબસાઇટનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે તેણે મલાઈકાના પ્રેગ્નન્સીના સમાચારને અનપબ્લિશ કરી દીધા છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર