'અર્જુન કપૂર પૈસાને નથી સાચવી શકતો,' મલાઇકાએ કર્યાં મોટા ખુલાસાઓ

News18 Gujarati
Updated: November 6, 2019, 3:38 PM IST
'અર્જુન કપૂર પૈસાને નથી સાચવી શકતો,' મલાઇકાએ કર્યાં મોટા ખુલાસાઓ
મલાઇકાએ કર્યા ઘણા મોટા ખુલાસાઓ

મલાઇકા અરોરાએ નેહા ધૂપિયાના ચેટ શો 'નો ફિલ્ટર નેહા' માં અર્જુન કપૂર વિશે ખુલ્લેઆમ વાત કરી.

  • Share this:
મુંબઈ- અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો વિશે કંઈ છુપાયેલું નથી. જ્યાં એક તરફ બંને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ તસવીરો શેર કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ, ઇન્ટરવ્યૂમાં, તેઓ એકબીજા સાથે ખુલીને વાત કરે છે. કોઈક વાર મલાઇકા, અર્જુન કપૂરના જન્મદિવસ પર બંનેના રોમેન્ટિક ફોટા શેર કરીને જબરદસ્ત ચર્ચામાં રહી હતી. તો ત્યાંજ હાલમાં જ મલાઇકાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન અર્જુન કપૂર સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે. આ મુલાકાતમાં મલાઈકાએ ઘણા આશ્ચર્યજનક ખુલાસાઓ કર્યા હતા.

મલાઇકા અરોરાએ નેહા ધૂપિયાના ચેટ શો 'નો ફિલ્ટર નેહા' માં અર્જુન કપૂર વિશે ખુલ્લેઆમ વાત કરી. અર્જુન કપૂર પૈસાને નથી સાચવી શકતો..

મલાઇકા અરોરા તાજેતરમાં જ નેહા ધૂપિયાના ચેટ શો 'નો ફિલ્ટર નેહા' પહોંચી હતી. મલાઇકાએ આ શોમાં ઘણી બાબતો શેર કરી હતી. મલાઇકા અરોરાએ અર્જુન કપૂર વિશે જણાવ્યું હતું કે 'અર્જુન કપૂર દરેક રીતે પરફેક્ટ છે પરંતુ પૈસા સંભાળવાની બાબતમાં તે કંઈ ખાસ નથી'. આ સાથે મલાઇકા અરોરાએ અર્જુન કપૂર સાથે તેના ડ્રીમ વેડિંગ વિશે વાત કરી. મલાઇકા અરોરાના નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે તે તેના લગ્ન માટે ખૂબ ઉત્સાહિત છે.

મલાઇકાએ લગ્ન વિશે કહ્યું કે, "મારા ડ્રીમ વેડિંગ બીચ પર થશે અને તે એક વ્હાઈટ વેડિંગ હશે. મારે લગ્નમાં મારે Elie Saab gown પહેરવાનું છે. મલાઈકાએ કહ્યું- ગર્લગેંગ મારી બ્રાઈડમૅડ બનશે. મને બ્રાઈડમૅડનો કન્સેપ્ટ ખૂબ જ પસંદ છે. મને વ્હાઈટ વેડિંગ જોઈએ."

આપને જણાવી દઇએ કે મલાઇકા એ અર્જુનને લગ્ન કરવા વિશે પહેલાં પણ ઘણી વખત પૂછવામાં આવ્યું હતું. પરંતુ બંનેએ સ્પષ્ટ ના પાડી દીધી છે. બંનેએ કહ્યું કે તેઓ હવે થોડો સમય લેવા માંગે છે.

રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુ, સવારે ઉઠતાં જ અરીસો જોઈ ચોંકી ઉઠશોસેક્સ વિશે થયેલા આ સર્વેમાં લોકો ખૂલ્લે આમ કબૂલે આ વાતો!

કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading