Home /News /entertainment /મલાઈકા અરોરાની સાથે અર્જુન કપૂરે સેલ્ફી ક્લિક કરી શેર કરી, પોતાની લેડીલવને 'શોપોહોલિક' કહી
મલાઈકા અરોરાની સાથે અર્જુન કપૂરે સેલ્ફી ક્લિક કરી શેર કરી, પોતાની લેડીલવને 'શોપોહોલિક' કહી
મલાઈકાની સાથે અર્જુને સેલ્ફી શેર કરી.
અર્જુન કપૂરે મલાઈકા અરોરાની સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી છે, જેમાં બંને કાચની સામે એક સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ પોસ્ટ દ્વારા અર્જુને કેપ્શનમાં મલાઈકાને ‘શોપોહોલિ’ગણાવી છે.
એક્ટરે મલાઈકાની સાથે પોતાની સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “અ સેલ્ફી વિથ ધ શોપોહોલિક”. કેપ્શનમાં તેણે ઘણા ઈમોજી પણ શેર કર્યા છે.
કૂલ લુકમાં જોવા મળ્યું કપલ
ફોટોમાં મલાઈકા-અર્જુનના લુકની વાત કરીએ તો બંને એકદમ કૂલ અને સ્ટાઈલિશ ક્લાસી લુકમાં જોવા મળી રહ્યા છે. અર્જુને જ્યાં બ્લેક પેન્ટ અને બ્લુ ટી-શર્ટ પહેર્યો છે તો મલાઈકાએ ગ્રીન કલરનું બ્લેઝર અને શોર્ટ્સ પહેર્યું છે.
કપલનો આ સુંદર અંદાજ ફેન્સને પણ પસંદ આવી રહ્યો છે અને કમેન્ટ બોક્સ પર રેડ હાર્ટ મૂકી રહ્યા છે. ફોટો જોઈને લાગી રહ્યું છે કે બંને કોઈ શોપિંગ રૂમમાં બેઠા છે. ફોટોના બેકગ્રાઉન્ડમાં ઘણી બધી વસ્તુઓ દેખાય રહી છે, જેનાથી અંદાજો લગાવી શકાય છે કે બંને સાથે શોપિંગ કરતા આ સેલ્ફી લીધી છે.
પેરિસની ટ્રિપથી કપલ હાલમાં જ પરત ફર્યું છે
હંમેશાં પોતાના અફેર અને રિલેશનશિપના કારણે ચર્ચામાં રહેતા અર્જુન-મલાઈકા થોડા દિવસ પહેલા જ પેરિસ ટ્રિપથી પરત ફર્યા છે. અર્જુને ફ્રાન્સની રાજધાનીમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. બંનેએ પોતાના શોર્ટ વેકેશન અને બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
‘એક વિલન રિટર્ન્સ’માં અર્જુન કપૂર જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન ટૂંક સમયમાં ‘એક વિલેન’ (Ek Villain)ની સ્કિવલ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. ડાયરેક્ટર મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અર્જુન સિવાય જ્હોન અબ્રાહમ (John Abraham), દિશા પટની (Disha Patani) અને તારા સુતારિયા પણ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ આગામી 29 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે દર્શકોને પસંદ આવી રહ્યું છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર