મલાઇકા અરોડા સાથે લગ્નનને લઇને અર્જુન કપૂરે તોડ્યુ મૌન

News18 Gujarati
Updated: April 25, 2019, 4:22 PM IST
મલાઇકા અરોડા સાથે લગ્નનને લઇને અર્જુન કપૂરે તોડ્યુ મૌન
અર્જુન કપૂર અને મલાઇકા અરોડા

અર્જુને લગ્નના સવાલો પર સારી બેટિંગ કરી છે. પરંતુ જ્યારે મલાઇકાનો સવાલ આવ્યો તો દિલની વાત કરી દીધી.

  • Share this:
બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે સ્વીકાર્યું છે કે મલાઈકા અરોડા તેના માટે વિશેષ છે. આ સાથે તેણે ડી.એન.એ. સાથે એક વિશિષ્ટ ઇન્ટરવ્યૂમાં તેના લગ્ન પર મૌન તોડ્યુ. જ્યારે અર્જુનને પુછવામાં આવ્યું કે તે જૂનમા લગ્ન કરવાના છો તો તેણે કહ્યું,ના, હું જૂનમાં લગ્ન કરી રહ્યો નથી. હું હમણાં 33 વર્ષનો છું અને મારે લગ્ન કરવા માટે ઉતાવળ નથી. અર્જુનએ કહ્યું, "મારા લગ્ન એ એક એવો વિષય છે જેના વિશે હું વાત કરવા માંગતો નથી. જો હું લગ્ન કરીશ તો લોકો પાસે તેના સમાચાર હશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ લગ્નના ભાવી વિશે ચિંતા નથી કરતા? તો અર્જુનએ કહ્યું, 'લગ્નના ખ્યાલમાં કોઈ ફરક નથી પડતો. તેનું કોઈ નુકસાન નથી. પણ હું દરેક સમયે તેના પર જવાબ આપવા માંગતો નથી. ' બોલિવૂડની ચાલી રહેલી લગ્નની સિઝન પર અર્જુને કહ્યું, 'હું જાણું છુ કે લગ્નની મોસમ છે. પરંતુ લગ્ન એક મોટી પ્રતિબદ્ધતા છે. હું આ ત્યારે કરીશ જ્યારે હું તેના માટે તૈયાર રહીશ.

અર્જુને લગ્નના સવાલો પર સારી બેટિંગ કરી. પરંતુ જ્યારે મલાઇકાનો સવાલ આવ્યો તો દિલની વાત કરી દીધી. જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું કે શું મલાઇકા ખાસ છે, તો તેણે કહ્યું, હા, તે એક ખાસ છે.
First published: April 25, 2019
વધુ વાંચો
अगली ख़बर