અર્જુન કપૂરે બહેન અંશુલા સાથે મળીને ભેગા કર્યા 1 કરોડ રૂપિયા, 30 હજાર લોકોની કરી મદદ

અર્જુન કપૂરે બહેન અંશુલા સાથે મળીને ભેગા કર્યા 1 કરોડ રૂપિયા, 30 હજાર લોકોની કરી મદદ
(ફોટો સાભાર - arjunkapoor /Instagram))

અર્જુને કહ્યું- આ મહામારીએ આપણને દુઃખમાં ધકેલી દીધા છે. અમે બધા અમારાથી શક્ય તેટલી દરેક મદદ કરી રહ્યા છીએ

  • Share this:
મુંબઇ : દેશમાં કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે, જેને લઈને ફિલ્મી સુપરસ્ટાર્સ દેશવાસીઓની મદદે દોડી આવ્યા છે. બોલીવુડ એક્ટર અર્જુન કપૂરે પણ કોરોના મહામારીથી પરેશાન 30 હજાર લોકોને મદદ કરી છે. આ કામમાં અર્જુન કપૂરને તેની બહેન અંશુલાએ પણ સાથ આપ્યો હતો. અર્જુન અને અંશુલાએ ફેનકાઈન્ડ નામના સેલિબ્રિટી ફંડ રેઝિંગ પ્લેટફોર્મની મદદથી એક કરોડ રૂપિયાથી વધુનું ફંડ ભેગું કર્યું છે.

આ અંગે અર્જુન કપૂરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અમે હવે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકીશું. અર્જુને કહ્યું છે કે, મેં પોતાની જાતને લોકોની જિંદગી બચાવતા આ વેંચરને સમર્પિત કરી દીધી છે. જેને લઈને હું ગર્વની અનુભૂતિ કરી રહ્યો છું. આ પ્લેટફોર્મ ગંભીર મુશ્કેલીમાં લોકોને મદદ કરી રહ્યું છે. અર્જુને વધુમાં કહ્યું કે, 'આ મહામારીએ આપણને દુઃખમાં ધકેલી દીધા છે. અમે બધા અમારાથી શક્ય તેટલી દરેક મદદ કરી રહ્યા છીએ. રાશન કીટથી લઈને ગરમ ખોરાક સુધી, પ્રવાસી મજૂરો માટે રોકડ ઉપરાંત કોવિડ -19ને રોકવા માટે કીટ આપવી. આ પહેલ ઘણા લોકોને મદદ કરવામાં સફળ રહી છે. અમને આશા છે કે વાયરસ સામે લડવામાં આવા નાના પગલા મદદરૂપ થશે.'આ પણ વાંચો - અમદાવાદ : હુક્કાની મહેફિલ માણતા 7 નબીરાઓ ઝડપાયા, મેચ જોવાની સાથે બાર જેવી સગવડો અપાતી

તાજેતરમાં અર્જુન કપૂર Star Vs Food શોમાં પોતાની સ્કિલ્સ દેખાડી રહ્યો છે. આ શો દરમિયાન તેણે પોતાની પર્સનલ લાઈફને લઈને કેટલીક વાતો શેર કરી છે. તેણે આ શો દરમિયાન પિતા બોની કપૂર અને માતા મોના કપૂરના છૂટાછેડા અંગે તેમજ પોતાના વધેલા વજન અંગે ખુલ્લા મનથી વાત કરી હતી. તેણે કહ્યું કે, માતા-પિતાના છૂટાછેડા બાદ તેણે ભોજનમાં શાંતિ મેળવી લીધી હતી, જેથી તેણે ભરપેટ જમવાનું શરુ કરી દીધું હતું. તેણે કહ્યું કે એક પોઇન્ટ પર તમને રોકવાવાળું કોઈ ન હોય તો તેને છોડવું મુશ્કેલ થઇ જાય છે.

એક સમયે મને અસ્થમા થઇ ગયો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે મારુ વજન 150 કિલો થઇ ગયું હતું. જોકે, ફિલ્મ ઇશકઝાદેમાં ડેબ્યુ પહેલા મેં મારુ વજન 50 કિલોથી વધુ ઘટાડ્યું હતું.
Published by:News18 Gujarati
First published:April 30, 2021, 16:14 IST

ટૉપ ન્યૂઝ