મલાઇકાને યાદ કરીને બોલ્યો અરબાઝ ખાન, બધુ જ સારુ ચાલી રહ્યું હતુ ત્યારે...

News18 Gujarati
Updated: April 21, 2019, 1:07 PM IST
મલાઇકાને યાદ કરીને બોલ્યો અરબાઝ ખાન, બધુ જ સારુ ચાલી રહ્યું હતુ ત્યારે...
મલાઇકા-અરબાઝ

અરબાઝ ખાને મલાઈકા અરોડા સાથે છૂટાછેડા લીધા બાદ ખુલ્લીને વાત કરી છે. તેઓએ કહ્યું કે શા માટે આ છૂટાછેડા થયા હતા.

  • Share this:
બોલિવૂડમાં અનેક સંબંધોની વાતો સામે આવી રહી છે. તે જ સમયે તૂટેલા કેટલાક સંબંધો પણ છે, પણ સિતારાઓ તેને ભૂલી શકતા નથી. આવા જ કંઇક સંબંધો છે અરબાઝ ખાન અને મલાઈકા અરોડાના... બંનેએ તેમના લગ્નના 19 વર્ષ પછી છૂટાછેડા લીધા. તે માત્ર ચાહકો માટે જ નહીં પરંતુ તેમના પોતાના માટે દિલને તોડનાર હતા. તેમ છતાં બંને મજબૂત વ્યક્તિઓ છે. મલાઇકા અરોડા છૂટાછેડાના કારણ પર એક મુલાકાતમાં સ્પષ્ટ વાત કરી હતી. તો હવે તાજેતરમાં જ આ આઘાતજનક છૂટાછેડા પર અરબાઝ ખાન પણ વાતચીત કરતો નજર આવ્યો.

અરબાઝ ખાને મલાઈકા અરોડા સાથે છુટાછેડા વિશે અનુપમા ચોપડાના ચેટ શો મા વાત કરી. તેણે કહ્યું કે 'અમારા બન્ને વચ્ચે બધુ જ સારી રીતે ચાલી રહ્યુ હતુ, છતા પણ અમારા લગ્ન તુટી ગયા. જો બે લોકો વચ્ચે કોઇ વસ્તું કામ નથી કરી રહી તો જીવનના નિર્ણયો તેમના હાથમાં જ છોડવા જોઈએ. છૂટાછેડા લીધા પહેલાં અમે તેના વિશે ઘણું વિચાર્યું. છૂટાછેડા પછી, શું ખોટું થશે શું સાચુ થશે. આ વિચાર કર્યા પછી જ અમે આ નિર્ણય લીધો. તેથી અમે બન્ને સારા વ્યક્તિ બની શકીએ. '

આ પણ વાંચો: કપિલ શર્માની ધમાકેદાર વાપસી, 'નાગિન 3'ને પછાડી TRPમાં નંબર 1 રહ્યો આ શોઆ હતુ સાચું કારણ

અરબાઝે આગળ કહ્યું, 'અમે એવી પરિસ્થિતિમાં હતા કે અમે એકબીજાને તણાવ આપતા હતા અને અમારા કારણે આસપાસના લોકોને પણ સમસ્યાઓ આવી રહી હતી. આ રીતે છૂટાછેડા અમારો યોગ્ય નિર્ણય હતો. મલાઇકા અરોડા પણ એક ઇન્ટરવ્યૂમાં છૂટાછેડા વિશે ખુલ્લીને વાત કરતી નજર આવી હતી. મલાઇકાએ પણ છૂટાછેડાનું કારણ કંઇક આવું જ બતાવ્યુ જે અરબાઝ ખાને તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું.મલાઇકાએ કહ્યું હતું કે 'છૂટાછેડા બાદ મારા મગજમાં અનેક વસ્તુઓ ચાલી રહી છે. મને લાગે છે કે આવા સંજોગોમાં દરેકને એવું લાગે છે કે હવે શું થશે? હવે જિંદગી કેમ ચાલુ થશે? મલાઇકાએ આ સમય દરમિયાન કહ્યું હતું કે છૂટાછેડા પછી હવે તેણી હળવું અનુભવી રહી છે. તેણે કહ્યું કે છૂટાછેડા લીધા પછી તરત જ તે થોડી મુશ્કેલીમાં હતી, પરંતુ હવે તે વધુ સારું અનુભવી રહી છે. તેને સ્વીકાર્યું હતું કે તેઓને છૂટાછેડા વિશે કોઈ પછતાવો નથી.
First published: April 21, 2019, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading