ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ મેકર અરબાઝ ખાને હાલમાં જ એક બર્થડે પાર્ટી હોસ્ટ કરી. જે પાર્ટી તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા માટે રાખવામાં આવી હતી. પાર્ટીની તસવીરો ઇન્ટરનટ પર વાયરલ થઇ રહી છે. તસવીરોથી લાગે છે કે, જોર્જિયાને ખાન ફેમિલીની અપ્રૂવલ મળી ગઇ છે. કેમ કે, આ પાર્ટીમાં સમગ્ર ખાન ફેમિલી હાજર હતી. આમાં અરબાઝના પેરેન્ટ્સ, સોહેલ ખાન, સીમા ખાન, અરહાન, અર્પિતા, આહિલ અને આયુષ સામેલ હતા.
આમ આ બર્થડે એક ફેમિલી ગેટ ટુ ગેધર રહ્યો. બસ માત્ર સલમાન જ આ પાર્ટીમાં નહોતો. કેમ કે, તે હાલ તેની આગામી ફિલ્મ 'ભારત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સલમાનની આ ફિલ્મ ઇદ પર રીલિઝ થવાની છે.
પાર્ટીમાં આ સ્ટાર્સના લુકની વાત કરવામાં આવે તો અરબાઝ અને તેનો પુત્ર અરહાન કેઝ્યુઅલ લુકમાં નજરે પડ્યાં હતાં. ત્યાં જ એનિમલ પ્રિન્ટ ડ્રેસમાં જોર્જિયા સુંદર લાગી રહી હતી. થોડા દિવસો અગાઉ જ ત્રણેય સાથે એક રેસ્ટોરાંની બહાર જોવા મળ્યા હતા. બર્થડેના પ્રસંગે અરબાઝ અને જોર્જિયાએ સાથે ઘણી તસવીરો ક્લિક કરાવી.
પ્રોફેશનલ ફ્રન્ટ પર વાત કરીએ તો અરબાઝ ડિસેમ્બરમાં આવનારી 'દબંગ 3'માં નજરે પડશે. ઉપરાંત હાલ તે 'પિંચ' નામનો એક ટોક શો હોસ્ટ કરી રહ્યો છે. હાલમાં જ તે ઝી5ની વેબ સીરિઝ 'પોઇઝન'માં નજરે પડ્યો હતો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર