Spotted: હાથમાં હાથ નાખીને નજર આવ્યા અરબાઝ અને જોર્જિયા

આ વખતે અરબાઝ અને જોર્જિયા એક ઓફિશિયલ ઇવેન્ટમાં પહોચ્યા હતાં જ્યાં હાથમાં હાથ નાખીને મીડિયાને પોઝ આપ્યો હતો

આ વખતે અરબાઝ અને જોર્જિયા એક ઓફિશિયલ ઇવેન્ટમાં પહોચ્યા હતાં જ્યાં હાથમાં હાથ નાખીને મીડિયાને પોઝ આપ્યો હતો

  • Share this:
    મુંબઇ: અરબાઝ ખાન હાલમાં તેનાં અફેરને લઇને ચર્ચામાં છે. તેનું નામ હાલમાં વિદેશી ગર્લ જોર્જિયા એન્ડ્રિયાની સાથે જોડાયેલુ છે. બંનેને ઘણી વખત એક સાથે સ્પોટ પણ કરવામાં આવ્યાં છે. અને આ વખતે ફરી એક વખત બંને સાથે નજર આવ્યા છે. બંને હાથમાં હાથ નાંખીને નજર આવ્યા છે.

    ઇવેન્ટમાં હાથમાં હાથ નાખીને પહોચ્યા અરબાઝ-જોર્જિયા
    આ પહેલી વખત નથી જ્યારે અરબાઝ તેની ગર્લફ્રેન્ડ સાતે નજર આવ્યો હોય. જોર્જિયા સાથે તે ઘણી વખત નજર આવ્યો છે. આ વખતે બંને ઓફિશિયલ એક ઇવેન્ટમાં પહોચ્યા હતાં જ્યાં હાથમાં હાથ નાખીને તેમને મીડિયાને પોઝ આપ્યો હતો. ઇવેન્ટ દરમિયાન જોર્જિયાએ ઘણી જ હોટ ડ્રેસ પહેરી હતી. જેમાં તે ખુબજ સુંદર લાગતી હતી. બંને પહેલાં તેમનાં સંબંધો પર કંઇપણ બોલવાનું ટાળતા હતાં પણ હવે તેઓ ખુલીને તેમનાં રિલેશન અંગે વાત કરે છે.



    અરબાઝે 18 વર્ષનાં લગ્ન તોડ્યા
    આપને જણાવી દઇએ કે, અરબાઝ ખાન અને મલાઇકા અરોરાનાં લગ્નને 18 વર્ષ થઇ ગયા હતાં. તે બાદ અરબાઝ તેનાં પ્રેમની ગાડી જોર્જિયા તરફ વાળી છે. હાલમાં વાતો તો મલાઇકા અને અરબાઝનાં અફેરની પણ થઇ રહી છે.
    Published by:Margi Pandya
    First published: