આરાધ્યાએ પહેલી વખત જોઇ ઐશ્વર્યાની ફિલ્મ, આપ્યું આવું રિએક્શન

આરાધ્યાએ મને ઘણીવાર ટીવી પર જોઇ છે, પરંતુ 'ફન્ને ખાં' મારી પહેલી ફિલ્મ છે જેને આરાધ્યાએ બેસીને સંપૂર્ણ જોઇ છે

આરાધ્યાએ મને ઘણીવાર ટીવી પર જોઇ છે, પરંતુ 'ફન્ને ખાં' મારી પહેલી ફિલ્મ છે જેને આરાધ્યાએ બેસીને સંપૂર્ણ જોઇ છે

  • Share this:
    મુંબઇ: ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'ફન્ને ખાં' 3 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર ભલે ખાસ સફળતા મળી નથી. ફણ આ ફિલ્મ ઐશ્વર્યા માટે ખુબજ ખાસ છે. કારણ કે આ ફિલ્મ એ છે જેને પહેલી વખત દીકરી આરાધ્યાએ જોઇ છે. આ વાતનો ખુલાસો ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો અને ફિલ્મ જોયા બાદ દીકરીએ આપેલુ રિએક્શન પણ જણાવ્યું હતુ.

    ઐશ્વર્યાએ કહ્યું,''આરાધ્યાએ મને ઘણીવાર ટીવી પર જોઇ છે, પરંતુ 'ફન્ને ખાં' મારી પહેલી ફિલ્મ છે જેને આરાધ્યાએ બેસીને સંપૂર્ણ જોઇ છે.''

    ફિલ્મ જોયા બાદ દીકરીનાં રિએક્શન વિશે તેણે કહ્યું કે,''મને લાગે છે કે તેની સ્માઇલે બધુ જ કહી દીધું છે. 'ફન્ને ખાં'નું એક ગીત શૂટ કરતી વખતે તેણે મને જોઇ હતી. જ્યારે આરાધ્યાને ખબર પડી કે ફિલ્મની સ્ક્રીનિંગ થવાની છે તો તેણે ફિલ્મ જોવાની ઇચ્છા દર્શાવી. આરાધ્યાએ ફિલ્મનાં સ્ક્રીનિંગમાં તેના ફ્રેન્ડ્સ અને તેમના પેરેન્ટ્સને પણ બોલાવ્યા. મને ખુશી છે કે મારી પ્રથમ ફિલ્મ આરાધ્યાએ જોઇ તે 'ફન્ને ખાં' છે.''
    Published by:Margi Pandya
    First published: