એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં પ્રખ્યાત સંગીતકાર એ આર રહેમાન (AR Rahman)ની માતા કરીમા બેગમનું આજે (28 ડિસેમ્બર)નાં નિધન થઇ ગયુ છે. ખબર છે કે તેમની માતા છેલ્લાં કેટલાંક દિવસોથી બીમાર હતી. માતાનાં નિધન બાદ રહેમાને તેમનાં ટ્વિટર પેજ પર એક તસવીર શેર કરી છે અને તેમની માતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મીડિયો રિપોર્ટ્સ મુજબ, રહેમાન હમેશાં તેમનાં માતાની નજીક હતાં. અને તેમનાં કહેવા પર જ તેઓ સંગીતની દુનીયામાં આવ્યાં હતાં. તે ઘણી વખત તેમનાં સ્ટેજ શો દરમિયાન તેમની માતાને યાદ કરે છે.
એ આર રહેમાને જેમ ટ્વિટ કીરને તેમની માતાની તસવીર શેર કરી લોકોએ તે તસવીર પર કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધુ. હવે લોકો સતત રહેમાનની માતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, રહમાનનો જન્મ એક હિન્દુ પરિવારમાં થયો હતો. બાળપણમાં રહેમાનનું નામ દિલીપ કુમાર રાખવામાં આવ્યું હતું. જ્યારે તેઓ 9 વર્ષનાં હતાં. ત્યારે તેમનાં પિતા આર કે શેખરનું નિધન થઇ ગયુ હતું.
પરિવારનાં ધર્મ પરિવર્તન પર એક વખત રહેમાને એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે જ્યારે 23 વર્ષની તમેમની બહેનની તબિયત ખુબજ ખરાબ થઇ ગઇ તો તેમનાં માટે દુઆઓ માંગવા માટે રહેમાનનાં આખા પરિવારે ઇસ્લામિક ધાર્મિક સ્થળ પર પહોંચી ગયા હતાં. જે બાદ તેની બહેનની તબિયત ઠીક થઇ ગઇ ઙથી. અને પછી રહમાનનાં પરિવારે ધર્મ બદલી ઇસ્લમાન ધર્મનો સ્વીકાર કરી લીધો હતો.
Published by:Margi Pandya
First published:December 28, 2020, 16:58 pm