Home /News /entertainment /

AR Rahman Birthday: AR રહેમાનનું અસલી નામ દિલીપ કુમાર છે, ક્યારે સ્વિકાર્યો ઈસ્લામ ધર્મ?

AR Rahman Birthday: AR રહેમાનનું અસલી નામ દિલીપ કુમાર છે, ક્યારે સ્વિકાર્યો ઈસ્લામ ધર્મ?

એઆર રહેમાન જન્મદિવસ

એઆર રહેમાન (AR Rahman Birthday) નું સાચું નામ દિલીપ કુમાર છે. એઆર રહેમાનનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. 23 વર્ષની ઉંમરે, તેમના ગુરુ કાદરી ઇસ્લામથી પ્રેરિત થઈને તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો

    AR Rahman Birthday: સંગીતકાર, ગાયક (Singer) એઆર રહેમાન (AR Rahman) 6 જાન્યુઆરીએ તેનો 56મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. તમિલનાડુ (Tamilnadu) ની રાજધાની ચેન્નાઈ (Chennai)માં વર્ષ 1966માં જન્મેલા એઆર રહેમાનને ગ્રેમી એવોર્ડ (Grammy Awards) મળ્યો છે.

    એઆર રહેમાનનું સાચું નામ દિલીપ કુમાર છે. એઆર રહેમાનનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. 23 વર્ષની ઉંમરે, તેમના ગુરુ કાદરી ઇસ્લામથી પ્રેરિત થઈને તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.

    એઆર રહેમાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'તેની માતા એક જ્યોતિષ પાસે ગઈ હતી. જ્યોતિષે કહ્યું કે એઆર રહેમાન માટે 'અબ્દુલ રહેમાન' અથવા 'અબ્દુલ રહીમ' નામ સારું રહેશે. આખરે તેણે પોતાનું નામ દિલીપથી બદલીને એઆર રહેમાન રાખ્યું.

    પિતાના મૃત્યુ બાદ લેવાયો નિર્ણય

    એઆર રહેમાનના પિતાનું વર્ષ 1986માં અવસાન થયું હતું. જે અંગે એઆર રહેમાને કહ્યું કે, 25 વર્ષ સુધી હું આત્મહત્યા કરવાનું વિચારતો હતો. કારણ કે મારા પિતાનું અવસાન થયું હતું, એક પ્રકારનો ખાલીપો હતું, ઘણું બધું થઈ રહ્યું હતું.

    એઆર રહેમાને અન્ય એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ તેમના પિતાના મૃત્યુ બાદ કાદરી સાહેબના સંપર્કમાં આવ્યા હતા. તેમના માતા-પિતા આધ્યાત્મિકતાની ખૂબ નજીક હતા. કાદરી સાહેબના સંપર્ક પછી તેમને સૂફી વિશેનો ખ્યાલ આવ્યો. તેને ક્યારેય કોઈએ ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું નથી.

    માતા મૃત્યુ પામ્યા

    એઆર રહેમાનની માતા કરીમા બેગમનું 28 ડિસેમ્બર 2020ના રોજ અવસાન થયું છે. તેણે તેની માતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. તેની માતા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

    એક ઈન્ટરવ્યુમાં રહેમાને કહ્યું હતું કે તેની માતાએ નક્કી કર્યું હતું કે તે પોતાની કારકિર્દી તરીકે સંગીતને પસંદ કરશે. તેના પિતાના મૃત્યુ પછી, તેનો ઉછેર રહેમાનની માતાએ કર્યો હતો.

    આ પણ વાંચોઅક્ષયથી લઈને કેટરિના સુધી, જાણો આ 10 બોલિવૂડ સ્ટાર્સ લગ્નમાં ડાન્સ કરવા માટે કેટલી ફી લે છે

    ઉલ્લેખનીય છે કે, પીઢ ભારતીય સંગીતકાર એઆર રહેમાનની પુત્રી ખતીજા રહેમાનની 29 ડિસેમ્બરે સગાઈ (ar rahman daughter khatija rahman engagement)થઈ હતી. આ દિવસે તેનો જન્મદિવસ પણ હતો. તેની સગાઈ રિયાસદીન મોહમ્મદ શેખ સાથે થઈ છે. ખતિજા (khatija rahman) એ 2 જાન્યુઆરીએ પોતાની સગાઈની તસવીરો શેર કરી હતી અને તેની સગાઈ વિશે માહિતી આપી હતી
    Published by:kiran mehta
    First published:

    Tags: AR Rahman, Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन