Anupamaaમાં જોવા મળશે Apurva Angnihotri, વાપીમાં શરૂ કર્યું શૂટિંગ

Anupamaaમાં જોવા મળશે Apurva Angnihotri, વાપીમાં શરૂ કર્યું શૂટિંગ
અનુપમા શોમાં અપૂર્વા અગ્નિહોત્રીની એન્ટ્રી

ટીવી શો 'અનુપમા'માં જલ્દી જ અપૂર્વ અગ્નિહોત્રીની એન્ટ્રી થવાની છે. આ શો માટે જ્યારે અપુર્વનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો તો તે આ શો ઠુકરાવી ન શક્યો.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  ફિલ્મ 'પરદેસ' ફેઇમ એક્ટર અપૂર્વ અગ્નિહોત્રી જલ્દી જ ટીવી શો 'અનુપમા' (Anupamaa)માં ધમાકેદાર એન્ટ્રી કરવાનો છે. અપૂર્વ અગ્નિહોત્રીએ વાપી (સેલવાસ)માં અનુપમાની શૂટિંગ શરૂ કરી દીધી છે. આ સમયે રુપાલી ગાંગુલી (Rupali Ganguly) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) સ્ટાર આ શોની શૂટિંગ અહીં જ થઇ રહી છે. કોરોના વાયરસ કેસમાં દરરોજ થતા વધારાને જોતા મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન જાહેર કરી દીધુ છે. જે બાદ ઘણાં સીરિયલ્સનાં મેકર્સે શૂટિંગની નવી જગ્યા નવું શહેર શોંધી કાઢ્યું છે. આપને જણાવી દઇએ કે, સીરિયલમાં અપૂર્વ અગ્નિહોત્રીનું કેરેક્ટર એકદમ યૂનિક છે. તેનાં કિરદારમાં દર્શકોને ઘણાં શેડ્સ જોવામળશે. તેની એન્ટ્રી સીરિયલની કહાનીમાં મોટું ટ્વિસ્ટ લાવશે.

    આપને જણાવી દઇએ કે, કઇ કારણે અપૂર્વ આ સીરિયલ માટે ના ન પાડી શક્યો અને હવે તેણે આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, 'મને અનુપમાનાં અપકમિંગ ટ્વિસ્ટે ઘણો ઇમ્પ્રેસ કર્યું છે. અને ટીવીનાં નંબર વન પ્રોડ્યૂસર રાજન શાહીને કારણે તે આ ઓફર ઠુકરાવી શક્યા નહીં.'



    ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં અપૂર્વ અગ્નિહોત્રીએ કહ્યું કે,'હા મારા કિરદારથી અનુપમા અને શાહ પરિવારનાં જીવનમાં ઘણાં ટ્વિસ્ટ આવશે. મે આ રોલ માટે એક્સેપ્ટ કર્યં કારણ કે તેની પાછળ એક કારણ છે. મારા કિરદારમાં ઘણાં લેયર છે. આ સીરિયલની સાથે હું ટીવી પર ત્રણ વર્ષ બાદ વાપસી કરી રહ્યો છું.'

    અપૂર્વ અગ્નિહોત્રીએ વધુમાં કહ્યું કે, 'જ્યારે અનુપમાની ઓફર થઇ તો, હું તેને ના ન પાડી શાક્યો કારણ કે રાજન શાહી ટીવી ઇન્ડસ્ટ્રીનાં ટોપ પ્રોડ્યૂસર છે. આ સીરિયલને ના કહેવાનું કોઇ કારણ ન હતું.'
    Published by:Margi Pandya
    First published:April 22, 2021, 17:33 pm

    ટૉપ ન્યૂઝ