'લવ રાત્રી' ફિલ્મ પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી

આગામી આવનાર 'લવ રાત્રી' મુવી પર રોક લાગે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામા આવી છે.

News18 Gujarati
Updated: September 14, 2018, 10:09 PM IST
'લવ રાત્રી' ફિલ્મ પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી
આગામી આવનાર 'લવ રાત્રી' મુવી પર રોક લાગે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામા આવી છે.
News18 Gujarati
Updated: September 14, 2018, 10:09 PM IST
લવ રાત્રી ફિલ્મની મુશ્કેલીમાં વધારો થતો જાય છે. આ ફિલ્મના વિધા બાદ હવે ફિલ્મ કોર્ટના દરવાજે ચઢી છે. આગામી આવનાર 'લવ રાત્રી' મુવી પર રોક લાગે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામા આવી છે.

લવ રાત્રી ફિલ્મના વિરોધમાં અરજદારે રજૂઆત કરી છે કે, આ ફિલ્મમાં હિન્દુઓના પવીત્ર તહેવાર નવરાત્રીને જે પુજા અને આરાધનાનો તહેવાર છે, તેની સામે આ તહેવારને આગળ રાખી તેઓ અશ્લીલતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાનો ધંધો કરવાની કોશીષ કરી રહ્યા છે.

અરજદારે આક્ષેપ કર્યો છે કે, ફિલ્મનું નામ અને તેમાં રહેલા અશ્લીલ ડાયલોગ હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડી રહ્યા છે. હાઈકોર્ટમાં આ ફિલ્મ પર બેન આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે સુનવણી આગામી અઠવાડીયે હાથ ધરાશે.

સનાતન ટ્ર્સ્ટ અધ્યક્ષ ઉમેદસીંહ ચાવડાએ જણાવ્યું કે, સલમાન ખાન ફીલ્મ દ્વારા પ્રેરીત આ ફીલ્મ છે અને આમા આ મુવીને બેન કરાય, તેનુ નામ બદલાય, તેમાં રહેલ સોંગને બદલવામા આવે. આરધનાના આ પર્વ સાથે ચે઼ડાનો અમારો ખાસ વિરોધ છે.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...