Home /News /entertainment /Laal Singh Chaddha:'લાલ સિંહ ચઢ્ઢા'ની નિષ્ફળતા પછી આમિરે ફરી એકવાર માફી માગી, કહ્યું- હું મારા વિવાદાસ્પદ નિવેદન માટે માફી માગુ છું

Laal Singh Chaddha:'લાલ સિંહ ચઢ્ઢા'ની નિષ્ફળતા પછી આમિરે ફરી એકવાર માફી માગી, કહ્યું- હું મારા વિવાદાસ્પદ નિવેદન માટે માફી માગુ છું

આમિર ખાને ફરી એકવાર માફી માગી

Laal Singh Chaddha: 2020 બોલિવૂડ માટે ખરાબ હોય તેવું લાગી રહ્યું છે. બોલિવૂડની બેક ટૂ બેક ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. સોશિયલ મીડિયા પર #boycottlalsinghchaddhaની અસર એવી થઈ કે ફિલ્મ ખર્ચો પણ નીકાળી નથી શકી.

વધુ જુઓ ...
  2020 બોલિવૂડ માટે ખરાબ હોય તેવું લાગી રહ્યું છે. બોલિવૂડની બેક ટૂ બેક ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. સોશિયલ મીડિયા પર #boycottlalsinghchaddhaની અસર એવી થઈ કે ફિલ્મ ખર્ચો પણ નીકાળી નથી શકી. તેને આમિર ખાન અને હિન્દી સિનેમાની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મોમાં માનવામાં આવે છે. જો કે ફિલ્મ રિલીઝ પહેલા આમિર ખાને લોકોની માફી માગતા લાલ સિંહ ચઢ્ઢા જોવાની વિનંતી કરી હતી, પરંતુ તેમ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પોતાનો જાદુ ન ચલાવી શકી. હવે એક વખત ફરીથી આમિરે લોકોની માફી માગી છે.

  હકીકતમાં આમિર ખાનના પ્રોડક્શન હાઉસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. 27 સેકન્ડના આ વીડિયોમાં લખવામાં આવ્યું છે- Michami Dukkadam એટલે કે ક્ષમા માગવાનું પર્વ. આ વીડિયોમાં લખે છે આપણે બધા મનુષ્ય છીએ અને ભૂલો આપણાથી જ થાય છે. ક્યારેક બોલવાથી, ક્યારેક હરકતથી, તો ક્યારેક અજાણતા, તો ક્યારેક ગુસ્સામાં. આ વીડિયોમાં એક અવાજ સાંભળવા મળે છે અને બ્લેક સ્ક્રિન પર શબ્દ લખેલા આવે છે. જો કે, આ આમિરનો અવાજ નથી.

  આ પણ વાંચોઃ- રાજુની હાલત ફરીથી ગંભીર, ડૉક્ટર્સે વેન્ટિલેટર સપોર્ટ પર જ રાખવાનો નિર્ણય લીધો

  મન, વચન, કાયાથી ક્ષમા માગું છું


  આમિરે આગળ કહ્યું કે, મેં કોઈપણ રીતે ક્યારેય પણ તમને દુઃખ પહોંચાડ્યું હોય તો મન વચન કાયાથી ક્ષમા માગુ છું. Michami Dukkadam.આ પોસ્ટને શેર કરી આમિરે ફરીથી બધા લોકોની માફી માગી છે.

  આમિરના વિવાદાસ્પદ નિવેદન


  ક્લિપની ટેક્સ વાંચીને લાગે છે કે આમિર ખાને પોતાના જૂના નિવેદન પર માફી માગી છે. લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ પહેલા બાયકોટ ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો. આમિર ખાનના જૂના નિવેદનો સામે લાવી ફિલ્મને ન જોવાની અપીલ કરવામાં આવી હતી. આવું જ કંઈક થયું. આમિરની ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ અને સિનેમાઘરોમાં દર્શકો પણ જોવા ન ગયા. આમિરે 2015માં એક નિવેદન આપ્યું હતું, જેમાં કહ્યું હતું કે તેની પત્નીને આ દેશમાં રહેવાથી ડર લાગે છે. તે દેશ છોડવા માગે છે. આમિર ખાનની ફિલ્મ પીકેમાં ભગવાન શિવને લઈને સીન હતો જેના પર વિવાદ થયો હતો. આરોપ હતો કે આમિરે ભગવાન શિવનું અપમાન કર્યું છે.

  તમને જણાવી દઈએ કે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાય ચૂકી હતી. સોશિયલ મીડિયા પર ફિલ્મને બાયકોટને લઈને ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો. જેના પરિણામે ફિલ્મની કમાણી પર અસર થઈ. તેમજ હવે આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સપ્ટેમ્બરથી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આમિર ખાનની આ માફી લાલ સિંહ ચઢ્ઢાના બોક્સ ઓફિસ પર ફેલ્યોર પણ થઈ શકે છે. ફિલ્મે 20 દિવસમાં માત્ર 60 કરોડની કમાણી કરી શકી છે. આમિર ખાને આ ફિલ્મથી 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રિન પર વાપસી કરી હતી. પરંતુ આમિરનું મેઝિક કામ ન આવ્યું.

  બોક્સ ઓફિસ પર ફિલ્મની નિષ્ફળતા અંગે શું કહ્યું?


  આમિરે આગળ કહ્યું હતું કે એવું નથી કે ફિલ્મ નથી ચાલી. 'ગુંગબાઈ કાઠિયાવાડી', 'ભૂલ ભુલૈયા 2', 'કાશ્મીર ફાઇલ્સ', 'પુષ્પા' જેવી ફિલ્મ ચાલી જ છે. 'પુષ્પા'નું ઓપનિંગ કલેક્શન માત્ર એક કરોડ જ હતું, પરંતુ વર્ડ ઑફ માઉથને કારણે ફિલ્મ ચાલી. કોવિડને કારણે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપથી આવવા લાગી છે. તેની ફિલ્મ છ મહિના સુધી ડિજિટલ પ્લેટફોર્મ પર આવતી નથી.

  સાઉથ વર્સિસ બોલિવૂડ અંગે પણ કહ્યું


  સાઉથ વર્સિસ બોલિવૂડ અંગે વાત કરતાં આમિર ખાને કહ્યું હતું કે દરેક આર્ટિસ્ટ ઈચ્છે છે કે તેની ફિલ્મ આખો દેશ જુએ. તેઓ ઘણાં સમયથી તેમની ફિલ્મ તમિળ તથા તેલુગુમાં ડબ કરે છે. જોકે, જે રીતે સાઉથની ફિલ્મે બોલિવૂડ પર ક્રોસઓવર કર્યું છે, તે રીતે હિંદી ફિલ્મ ત્યાં પહોંચી શકી નથી. આ ઘણાં સમયથી શક્ય બન્યું નથી. આશા છે કે આ વખતે આવું થાય.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Aamir khan

  विज्ञापन
  विज्ञापन