Home /News /entertainment /VIDEO: ખૂબસૂરત અભિનેત્રી સાથે વિદ્યાર્થીનું ગેરવર્તન! ખેંચીને ઊભી કરી, હાથ મિલાવ્યો, ગળે મળ્યો અને...

VIDEO: ખૂબસૂરત અભિનેત્રી સાથે વિદ્યાર્થીનું ગેરવર્તન! ખેંચીને ઊભી કરી, હાથ મિલાવ્યો, ગળે મળ્યો અને...

Aparna Balamurali

Aparna Balamurali: એક VIDEO માં એક વિદ્યાર્થીએ અભિનેત્રી અપર્ણાને ખેંચીને ખુરશી પરથી ઉભી કરી અને અપર્ણાના ખભા પર હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. તે તેની પીઠ પણ થપથપાવવા લાગ્યો હતો.

    સાઉથની અભિનેત્રી અપર્ણા બાલામુરલી (Aparna Balamurali) સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. એક્ટ્રેસ સાથે કોલેજ ઈવેન્ટમાં એક સ્ટુડન્ટે બધાની સામે શરમજનક કૃત્ય કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના કેરળની લો કોલેજમાં ઈવેન્ટ દરમિયાન બની હતી. અપર્ણા બાલામુરલી તેની નવી ફિલ્મ થેંકમના પ્રમોશન માટે લો કોલેજ પહોંચી હતી. આ પ્રોગ્રામમાં હાજરી આપવા માટે અપર્ણાની સાથે વિનીત શ્રીનિવાસન પણ હાજર હતા.

    વિદ્યાર્થીએ અપર્ણા બાલામુરલી સાથે ખરાબ વર્તન કર્યું

    ફિલ્મનના પ્રમોશન માટે આવેલ અભિનેત્રી અપર્ણા ખુરશી પર બેઠી હતી. ત્યારે જ એક વિદ્યાર્થી તેમનું સ્વાગત કરવા સ્ટેજ પર આવ્યો હતો. તેણે અપર્ણા સાથે હાથ મિલાવ્યો પરંતુ આ વિદ્યાર્થી અહિં અટક્યો નહીં. તેણે અપર્ણાને ખેંચીને ખુરશી પરથી ઉભી કરી અને અપર્ણાના ખભા પર હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. તે તેની પીઠ થપથપાવવા પણ લાગ્યો હતો. બીજી અપર્ણાને વિદ્યાર્થીની આ હરકત ગમી નહીં, તેણે તેનાથી દૂર જવાનો પ્રયાસ કર્યો હતો. અપર્ણાની આ સ્થિતિ જોઈને સૌ કોઈ ચોંકી ઉઠે છે. ભૂલ સમજાતા તરત જ વિદ્યાર્થીએ હાથ જોડીને તેને સોરી કહ્યું હતું. આ અસમંજસની સ્થિતિમાં પણ અપર્ણાએ શાંતિ જાળવી રાખી હતી કારણ કે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા અને તેને ચિયર-અપ કરી રહ્યાં હતા, પરંતુ તેને સ્ટેજ પર વિદ્યાર્થીને ડિસ્ટન્સ જાળવવા માટે વારંવાર ચેતવણી આપતી પણ જોવા મળી હતી.



    યુઝર્સ એક્ટ્રેસ અપર્ણા બાલામુરલીના સમર્થનમાં

    કોલેજના સત્તાધીશોથી લઈને અન્ય ઘણા લોકો સ્ટેજ પર બેઠા હતા પરંતુ અપર્ણા સાથેની વિદ્યાર્થીનીના આ ગેરવર્તન સામે કોઈએ વાંધો વ્યક્ત કર્યો નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સ એક્ટ્રેસ અપર્ણા બાલામુરલીના સમર્થનમાં સામે આવ્યા છે અને ટ્વીટ કરીને વિદ્યાર્થીના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. ઘણા લોકોએ ટ્વિટ કરીને કહ્યું કે, આ કઈ રીત છે કોઈને સ્પર્શ કરવાની ? વિદ્યાર્થીને એક મહિલા અને તે પણ અભિનેત્રી સાથે કઈ રીતે મેનર્સ સાથે રહેવું તેનું પણ ભાન નથી.

    આ પણ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરનું લફરુ! ગર્લફ્રેન્ડે લાફાવાળી કરી, અર્ધનગ્ન હાલતમાં VIDEO લીક

    થેંન્કમ માટે આવી હતી અભિનેત્રી

    અહેવાલો અનુસાર, અપર્ણા તેની આગામી ફિલ્મ 'થેંકમ'ના પ્રમોશન માટે કેરળની કોલેજની મુલાકાત લીધી હતી. તેણીની સાથે કો-સ્ટાર વિનીત શ્રીનિવાસન તેમજ ફિલ્મની ટીમના અન્ય સભ્યો પણ હતા. ટ્વિટર પર યુઝર્સ ' થેંન્કમ' ટીમની નિંદા કરી રહ્યાં છે કારણકે તેમણે પણ આ ઘટના પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. વિનીતે પણ આ ઘટના હસવામાં કાઢી નાખતા લોકોએ રોષ ઠાલવ્યો છે.

    આગામી 26મીએ રીલીઝ થશે ફિલ્મ

    થેંકમ ફિલ્મનું નિર્દેશન સાહીદ અરાફાતે કર્યું છે. આ ફિલ્મમાં અપર્ણા બાલામુરલી, વિનીત શ્રીનિવાસન ઉપરાંત ગિરીશ કુલકર્ણી અને બિજુ મેનન જેવા સ્ટાર્સ જોવા મળશે. ફહાદ ફાસીલ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે. ફિલ્મનો મોટાભાગનો ભાગ તમિલનાડુમાં શૂટ કરવામાં આવ્યો છે. 'થેંન્કમ' 26 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.



    નોંધનીય છે કે, અપર્ણાએ સુરૈયાની 'Soorarai Pottru'માં તેની ભૂમિકાથી પ્રસિદ્ધિ મેળવી હતી. આ ફિલ્મ માટે તેણીને અનેક પુરસ્કારો અને પ્રશંસા પણ મળી હતી. મુખ્યત્વે મલયાલમ સિનેમામાં કામ કરતી અપર્ણા ' Maheshinte Prathikaaram’ , 'Sunday Holiday' અને 'Kaapa' સહિતની કેટલીક જાણીતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Bollywood actress, Films, South actress, Video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन