Home /News /entertainment /

અનુષ્કા શર્માનું પ્રોડક્શન હાઉસ Netflix અને Amazon માટે 4 અબજ રૂપિયાની ફિલ્મો અને સિરીઝ બનાવશે: રિપોર્ટ

અનુષ્કા શર્માનું પ્રોડક્શન હાઉસ Netflix અને Amazon માટે 4 અબજ રૂપિયાની ફિલ્મો અને સિરીઝ બનાવશે: રિપોર્ટ

અનુષ્કા શર્માનું પ્રોડક્શન હાઉસ Netflix અને Amazon માટે 4 અબજ રૂપિયાની ફિલ્મો અને સિરીઝ બનાવશે

અનુષ્કા શર્માનું પ્રોડક્શન હાઉસ (Anushka sharma Anushka Sharma production) એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon Prime Video) અને નેટફ્લિક્સ (Netflix) માટે સિરીઝ અને ફિલ્મો રજૂ કરશે.

    અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ (Anushka sharma Anushka Sharma's production) ક્લીન સ્લેટ ફિલ્મ્ઝ પ્રાઇવેટે લોકપ્રિય ડિજિટલ સ્ટ્રીમિંગ જાયન્ટ્સ એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon Prime Video) અને નેટફ્લિક્સ (Netflix) સાથે 4 અબજ રૂપિયા (54 મિલિયન ડોલર)ના કરાર કર્યા હોવાના અહેવાલ છે. અનુષ્કા શર્માનું પ્રોડક્શન હાઉસ એમેઝોન પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ માટે સિરીઝ અને ફિલ્મો રજૂ કરશે.

    અનુષ્કા શર્મા પોતાના ભાઈ કર્ણેશ શર્મા સાથે મળી પ્રોડક્શન હાઉસ ચલાવે છે. જેના થકી તેણે ભૂતકાળમાં દરેક પ્લેટફોર્મ પર પ્રોજેક્ટ રિલીઝ કર્યા હતા. પાતાલ લોક એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી અને બુલબુલને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.

    બ્લૂમબર્ગના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, બંને પ્લેટફોર્મ પર આગામી 18 મહિના દરમિયાન 8 ફિલ્મો અને સિરીઝ રજૂ કરવામાં આવશે. આ વાતની કર્નેશે પણ પુષ્ટિ આપી હતી, પરંતુ ટાઇટલ અંગે વિગતોનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ નેટફ્લિક્સના પ્રવક્તાએ ખુલાસો કર્યો છે કે, આ પ્લેટફોર્મ પર આગામી મહિનાઓમાં ત્રણ ક્લીન સ્લેટ ફિલ્મઝ પ્રોજેક્ટ્સ રજૂ થશે. જોકે, આ અંગેની વધુ વિગતો મળતી નથી. બીજી તરફ અનુષ્કાએ આ મહિનાની શરૂઆતમાં પુષ્ટિ કરી હતી કે ઝુલન ગોસ્વામીના જીવન અને સંઘર્ષ પર આધારિત તેની ફિલ્મ ચકદા 'એક્સપ્રેસ' રીલીઝ કરવામાં આવશે.

    પ્રોડક્શન હાઉસ માઇ (Mai) અને કાલા (Qala) માટે પણ તૈયારી કરી રહ્યું છે. માઇની જાહેરાત 2021ના માર્ચમાં થઈ હતી. જેમાં સખી તંવર મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે ઇરફાન ખાનના પુત્ર બાબીલ ખાનના બોલિવૂડ ડેબ્યૂ પ્રોજેક્ટ કાલાની જાહેરાત એપ્રિલમાં કરવામાં આવી હતી. બંને પ્રોજેક્ટ્સ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકે છે.

    તાજેતરમાં નેટફ્લિક્સે કિંમતમાં ઘટાડો કર્યો છે. જેના થોડા સમય બાદ જ ક્લીન સ્લેટ ફિલ્મ્ઝ પ્રાઇવેટના પ્લેટફોર્મ સાથેના કરારના સમાચાર બહાર આવ્યા છે. નેટફ્લિક્સે પ્લેટફોર્મ પર વધુ પ્રેક્ષકોને આકર્ષિત કરવા અને સ્પર્ધામાં ટક્યા રહેવા માટે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

    આ પણ વાંચોઅનુષ્કા શર્મા કેપટાઉનમાં 'ડોસા' માણી રહી છે, ફોટો જોઈને મોઢામાં પાણી આવી જશે

    ઉલ્લેખનીય છે કે, કોવિડ -19 મહામારીના કારણે બોલિવૂડ અને પ્રાદેશિક ભાષાના ઘણા પ્રોજેક્ટ્સ રિલીઝ થવા માટે OTT પ્લેટફોર્મ તરફ વળ્યા છે. શેરશાહ, સરદાર ઉધમ, હસીન દિલરુબા અને ધમાકા જેવી ફિલ્મોને થિયેટરમાં રિલીઝ કરવાના સ્થાને સીધી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. બીજી તરફ લુપ લપેટા અને ગેહરાયાં જેવી આગામી બોલિવૂડ ફિલ્મો પણ થોડા સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
    First published:

    Tags: Anushka Sharma, Bollywood Latest News, Bollywood News in Gujarati

    આગામી સમાચાર