Home /News /entertainment /

અનેક કંપનીઓના CEOથી પણ છે વધારે વિરાટ-અનુષ્કાના બોડીગાર્ડની સેલરી

અનેક કંપનીઓના CEOથી પણ છે વધારે વિરાટ-અનુષ્કાના બોડીગાર્ડની સેલરી

બોલિવૂડના મોટા સ્ટાર્સ જાહેરમાં બહાર નીકળે ત્યારે તેમને કોઈ જોખમનો સામનો ન કરવો પડે અને પ્રશંસકોની ભીડથી સુરક્ષિત રહેવા માટે તેઓ પ્રાઇવેટ સુરક્ષા રાખવાનું પસંદ કરે છે

Anushka Sharm bodyguard Salary - સોનુ અનુષ્કા સાથે ઘણા વર્ષોથી છે અને તેને બોડીગાર્ડ તરીકે અનુષ્કા શર્મા મોટી રકમ સેલેરી તરીકે આપે છે

બોલીવૂડ સેલેબ્રિટી (Bollywood Celebrity) પ્રાઇવેટ લાઇફ જીવવા માંગતા હોય છે અને જ્યારે વાત આવે તેમની સિક્યોરિટી (Security)ની તો તેઓ તગડી રકમ ખર્ચવાથી પણ અચકાતા નથી. બોલિવૂડના મોટા સ્ટાર્સ જાહેરમાં બહાર નીકળે ત્યારે તેમને કોઈ જોખમનો સામનો ન કરવો પડે અને પ્રશંસકોની ભીડથી સુરક્ષિત રહેવા માટે તેઓ પ્રાઇવેટ સુરક્ષા રાખવાનું પસંદ કરે છે. ઘણી વખત મીડિયામાં બોલીવૂડ સ્ટાર્સના સ્ટાફની સેલેરી (Staff Salary) ચર્ચાઓનો મુદ્દે બન્યો છે. ઘણી વખત તેમના બોડીગાર્ડ્સની સેલેરી સાંભળને લોકો અચરજમાં મુકાય જાય છે. અભિનેત્રી અનુષ્કા શર્મા (Salary of Anushka’s Bodyguard) પાસે પણ તેનો બોડીગાર્ડ છે, જેનું નામ સોનુ (Sonu) છે. સોનુ અનુષ્કા સાથે ઘણા વર્ષોથી છે અને તેને બોડીગાર્ડ તરીકે અનુષ્કા શર્મા મોટી રકમ સેલેરી તરીકે આપે છે. અનુષ્કાના વિરાટ સાથે લગ્ન થયા તે પહેલાથી સોનુ તેના બોડીગાર્ડ તરીકે કામ કરી રહ્યો છે.

અનેક કંપનીના CEO કરતા પણ વધુ સેલેરી

Zoom.comના જણાવ્યા અનુસાર પ્રકાશ સિંહ એટલે કે સોનુની વાર્ષિક સેલેરી આશરે 1.2 કરોડ રૂપિયા છે. એનો અર્થ છે કે સોનુની સેલેરી અનેક કંપનીના સીટીસી કરતા પણ વધુ છે.

આ પણ વાંચો - Covid19: Omicronની દહેશત વચ્ચે કરીના કપૂર અને અમૃતા અરોરાને થયો કોરોના, સંપર્કમાં આવેલાના ટેસ્ટ શરૂ

સોનુને પરીવાર માને છે વિરાટ-અનુષ્કા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેના બોડીગાર્ડ સોનુને પરીવારનો જ એક ભાગ માને છે. દર વર્ષે અનુષ્કા સોનુનો જન્મદિવસ ઉજવે છે. એટલું જ નહીં જ્યારે અનુષ્કા શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોનું શૂટિંગ કરી રહી હતી, તે દરમિયાન સેટ પર પણ તેણે સોનુનો જન્મદિવસ ઉજવ્યો હતો. સોનુ વિરાટ કોહલીને પણ જાહેરમાં નીકળવા સુરક્ષા પુરી પાડે છે. નોંધનીય છે કે ભારતીય સ્કીપર પાસે પોતાની અંગત સુરક્ષા હોવા છતાં સોનુ કોહલીને સુરક્ષા પૂરી પાડે છે.

અનુષ્કા શર્મા જ્યારે ગર્ભવતી હતી ત્યારે સોનુએ શક્ય તમામ રીતે તેને સુરક્ષિત રાખવાના પ્રયાસો કર્યા હતા. જ્યારે અનુષ્કા સગર્ભા હતી અને કામ કરતી હતી, માસ્ક પહેરીને રોગચાળાની વચ્ચે તેની વેનિટી વેનની અંદર અને બહાર જતી હતી, ત્યારે સોનુ તેની બાજુમાં PPE કીટ પહેરીને તેને ઢાલની જેમ સુરક્ષા આપતો જોવા મળ્યો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: Anushka Sharma, બોલીવુડ, વિરાટ કોહલી

આગામી સમાચાર