અનુષ્કા શર્માને યાદ આવ્યો વિરાટ સાથે વિતાવેલો 2020નો સમય, VIDEO જોઇ થઇ જશો ઇમોશનલ

અનુષ્કાએ શેર કર્યો ખાસ વીડિયો

અનુષ્કા શર્મા (Anushka Sharma)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પર ગત વર્ષ એટલે કે 2020નો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેને 2020નાં બેસ્ટ મોમેન્ટ્સનો એક વીડિયો શેર કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (Corona Virus)નાં વધતા કેસથી ડરીને લોકો ફરી એક વખત ઘરમાં કેદ થવા મજબૂર થઇ ગયા ચે મહારાષ્ટ્રમાં લોકડાઉન (Lockdown) 15 દિવસ માટે ફરી લાગ્યું છે. એવામાં લોકો ફરીથી તેમનાં જૂનાં દિવસોને યાદ કરી રહ્યાં છએ. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ થેનાં પતિ વિરાટ કોહલી (Virat Kohli) સાથે વિતાવેલાં હસીન પળોને યાદ કરી રહી છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ અનુષ્કાએ હાલમાં જ એક અનસીન વીડિયો (Unseen Video) શેર કર્યો છે જે ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

  અનુષ્કા શર્મા (Anushka Sharma)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પર ગત વર્ષ એટલે કે 2020નો એક સુંદર વીડિયો શેર કર્યો છે. પોતાનાં જુના દિવસોને યાદ કર્યા છે. વીડિયોમાં તેણે 2020નાં બેસ્ટ મોમેન્ટ્સ દર્શાવ્યાં છે. આ વીડિયો શેર કરતાં અનુષ્કા લખે છે, 'ગત વર્ષનાં કેટલાંક ખાસ અને અનમોલ પળ'

  વીડિયોમાં અનુષ્કા પતિ વિરાટ કોહલીની સાથે ઘણાં બધા ડોગ્સ સાથે રમતી અને તેમને ખવડાવતી અને તેમની સાતે વોક પર જતી નજર આવી રહી છે. વીડિયોમાં ઘણાં ડોગ્સ ઉપરાંત અનુષ્કા, વિરાટનાં પાળતું ડોગ ડ્યૂડ પણ નજર આવે છે. આ વીડિયોમાં કેટલાંક ગરીબ બાળકો પણ છે જેમની મદદ કરતાં કપલ દેખાય છે.
  આપને જણાવી દઇએ કે, ગત વર્ષે લોકડાઉનનાં સમય વચ્ચે વિરાટ અને અનુષ્કાએ તેમની એક અલગ દુનિયા વસાવી લીધી છે. જેમાં તેણે આ જાનવરોની સાથે ઉત્તમ સમય વિતાવ્યો હતો. ગત મહિને જ વિરાટ અનુષ્કાએ રખડતા જાનવરો માટે મુંબઇમાં બે શેલ્ટર હોમ ખોલ્યા છે. વિરાટે ગત દિવસોમાં આ વાતની જાણકારી આપતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું, 'આવારા જાનવરોનાં સ્વાસ્થ્યની દેખરેક અને તેમની સહાયતા માટે અમે વિવાલ્ડિસની સાથે મળી એનિમલ વેલફેરની દિશામાં પહેલું પગલું ઉઠાવ્યું છે. હું મારી પત્ની અનુષ્કાનો આભાર માનવા ઇચ્છુ છું. જેણે મને જાનવરો પ્રત્યે કંઇક કામ કરવાં માટે પ્રેરિત કર્યો અને જાનવરોનાં અધિકાર માટે સતત અવાજ ઉઠાવી.'
  Published by:Margi Pandya
  First published: