અનુષ્કા શર્માએ Valentine's Day પર શેર કરી વિરાટ સાથે રોમેન્ટિક ફોટો, બોલી-'મારો વેલેન્ટાઇન હમેશા..'

અનુષ્કા શર્માએ Valentine's Day પર શેર કરી વિરાટ સાથે રોમેન્ટિક ફોટો, બોલી-'મારો વેલેન્ટાઇન હમેશા..'
અનુષ્કાએ શેર કરી વિરાટ કોહલી માટે ફોટો

અનુષ્કા શર્માએ Valetine's Day પર પતિ વિરાટ કોહલી (Virat Kohli)થી થોડી દૂર છે. તેથી અનુષ્કાએ (Anushka Sharma)એ પતિ વિરાટ કોહલીની સાથે એક સુંદર ફોટો શેર કરી છે. જમાં બંનેની સુંદર મુસ્કાન જોવા મળે છે. અને સાથે જ તેઓ એકબીજાની આંખોમાં ખોવાયેલાં નજર આવી રહ્યાં છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલમાં જ મમ્મી બની છે મોટા પડદા પર થી તે દૂર છે પણ સોશિયલ મીડિયા પર તે ઘણી જ એક્ટિવ રહે છે. તેનાં ફેન્સની સાથે તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આજે વેલેન્ટાઇન ડે (Valentine's Day) સમયે તેણે સોશિયલ મીડિયા પર પતિ વિરાટ કોહલી (Virat Kohli)ની સાથે તેની રોમેન્ટિક તસવીર શેર (Romantic Photo) શેર કર્યો હતો જે ખુબજ વાયરલ થયો છે.

    આ વેલેન્ટાઇન ડે (Valentine's Day) સમયે વિરાટ કોહલી (Virat Kohli) તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)થી થોડી દૂર છે. ખરેખરમાં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચેન્નઇમાં રમાઇ રહી છે. તેથી વિરાટ અનુષ્કાથી દૂર છે. અનુષ્કાએ પતિ વિરાટ કોહલી સાથેની એક સુંદર તસવીર શેર કરી છે જેમાં બંને એકબીજાને પ્રેમાળ સ્માઇલ આપતાં નજર આવે છે. અને બંને આંખોમાં ખોવાયેલાં છે.



    ફોટોનાં બેકગ્રાઉન્ડમાં ડૂબતો સુરજ જોવા મળી રહ્યો છે. અનુષ્કાએ ફોટો શેર કરતાં લખ્યું છે કે, 'વિશેષ રૂપથી આ દિવસ ખુબ મોટો નથી પણ આજે લાગી રહ્યું હતું કે, સૂર્યાસ્તની તસવીર પોસ્ટ કરી વેલેન્ટાઇન ડે મનાવીએ.. મારો વેલેન્ટાઇન દરરોજ, હમેશા મારી પાસે છે. બંનેની આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.'



    અનુષ્કાએ થોડા દિવસ પહેલાં જ તેની મિરર સેલ્ફી શેર કરી તી. જે જોઇને કોઇને વિશ્વાસ ન આવે કે તેની ડિલીવરી હાલમાં જ થઇ છે. ગત રવિવારે અનુષ્કાએ દીકરી થયા બાદ તેની પોસ્ટ ડિલિવરી તસવીર શેર કરી હતી જેમાં તેનું ફિગર સ્લિમ એન્ડ ટ્રિમ નજર આવી રહ્યું હતું. તેણે કેપ્શનમાં લખ્યું હતું, 'મારી કરન્ટ ફેવરેટ એકસેસરી બર્પ ક્લોથ'



    આપને જણાવી દઇએ કે, 11 જાન્યુઆરીનાં અનુષ્કા શર્મા માતા બની છે. દીકરીનાં જન્મ બાદ એક ફેબ્રુઆરીનાં અનુષ્કાએ તેની દીકરીની પહેલી તસવીર શેર કરી હતી જેમાં તેણે તેનું નામ પણ ફેન્સ અને ફોલોઅર્સને જણાવ્યું હતું તેમણે તેમની દીકરીનું નામ 'વામિકા' રાખ્યું છે. જેનો અર્થ માતા દુર્ગાનું નામ થાય છે.
    Published by:Margi Pandya
    First published:February 14, 2021, 17:38 pm

    ટૉપ ન્યૂઝ