અનુષ્કા-વિરાટની દીકરીનું નામ પાડ્યું 'વામિકા', જુઓ દીકરીની પહેલી ઝલક

અનુષ્કા-વિરાટની દીકરીનું નામ પાડ્યું 'વામિકા', જુઓ દીકરીની પહેલી ઝલક
વિરાટ અનુષ્કા દીકરી વામિકા સાથે

અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  અનુષ્કા શર્માએ (Anushka Sharma) સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શેર કરી છે. અનુષ્કા અને વિરાટે (Virat Kohli ) તેમની દીકરીનું નામ વામિકા (Vamika) રાખ્યું છે. દુર્ગા માતાનાં નામનો એક અર્થ 'વામિકા' થાય છે. અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.

  અનુષ્કા શર્માએ દીકરીની પહેલી ઝલક શેર કરતાં લખ્યું છે કે, અમે પ્રેમ અને આભાર સાથે અમારું જીવન જીતા હતાં પણ આ નાનકડી વામિકા (Little Vamika)એ અલગ જ દુનિયા પર પહોંચાડી દીધા છે. આંસુ, હંસી, ખુશી ચિંતા... ક્યારેક ક્યારેક આ ભાવનાઓ કેટલીક મિનિટોમાં જ અનુભવાય છે. ઉંગ ઉડી ઘઇ છે. પણ અમારુ દિલ ભરાઇ ગયુ છે. તમારી શુભકામનાઓ.. પ્રાર્થના.. અને સારી એનર્જી માટે આભાર..

  વિરાટ કોહલીએ તેની દીકરીનાં જન્મ બાદ ફોટોગ્રાફર્સને ઓફિશિયલ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેઓ તેમને જરાં સમય માટે એકલાં રહેવા દે. તેઓ ઇચ્છે છે કે તેમની દીકરીની તસવીરોથી દૂર રહે. તેઓ સમયાંતરે તેમની દીકરીની સવીરો શેર કરતાં રહશે. અને તેમની તસવીરો માટે તેઓ હમેશાં ફોટોગ્રાફર્સને સહયોગ આપશે.
  Published by:Margi Pandya
  First published:February 01, 2021, 14:01 pm

  ટૉપ ન્યૂઝ