Video : જ્યારે રણવીરસિંહને અનુષ્કાને સફળતા શું છે તે પૂછવું ભારે પડ્યું!

અનુષ્કા શર્માએ રણવીર સિંહને એવો જવાબ આપ્યો કે બધાની સામે રણવીરે તેને "Sorry" કહેવું પડ્યું.

News18 Gujarati
Updated: October 7, 2019, 2:09 PM IST
Video : જ્યારે રણવીરસિંહને અનુષ્કાને સફળતા શું છે તે પૂછવું ભારે પડ્યું!
અનુષ્કા અને રણવીર
News18 Gujarati
Updated: October 7, 2019, 2:09 PM IST
મુંબઇમાં ઍલે બ્યૂટી એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના અનેક જાણીતા ચહેરા સમેત રણવીરસિંહે પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પણ આ એવોર્ડમાં કૂલ થવાના ચક્કરમાં રણવીરસિંહે કંઇક તેવુ કર્યું કે તેને બધાની સામે અનુષ્કાને સોરી કહેવાનો વારો આવ્યો. ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે રણવીર અને અનુષ્કા એકબીજાના પ્રેમમાં હતા. પણ હવે બંને અલગ અલગ જગ્યાએ પરણી ચૂક્યા છે. ત્યારે આ એવોર્ડ ફંકશનમાં રણવીરને જ્યારે એવોર્ડ લેવા માટે સ્ટેજ પર બોલવવામાં આવ્યો ત્યારે આ ઘટના થઇ હતી. સ્ટેજ પર પહોંચી રણવીરના હાથમાં માઇક આવી ગયું અને તે સવાલ જવાબ મંડી પડ્યો. રણવીરે કહ્યું દરેક લોકોના મતે સફળતાનો મતલબ અલગ અલગ હોય છે. અહીં અનેક જાણીતા લોકો બેઠા છે, તો ચલો તેમને જ પૂછીએ? એમ કરીને તે જ્યારે અનુષ્કા શર્મા પાસે ગયો. અને પુછ્યું કે તારા મતે શું છે સફળતા તો અનુષ્કાએ સીધો જ જવાબ આપ્યો કે "રણવીર તું અહીં હોસ્ટ નથી" એવોર્ડ લેવા આવ્યો છે! આ આત્મજ્ઞાન થતા જ રણવીરે બધાની સામે અનુષ્કાને "ઓહ સોરી" પણ કહ્યું. જો કે રણવીરના અતિ ઉત્સાહી સ્વભાવે આ કારણે તેને ફંક્શનમાં શરમમાં મૂકવવાનો વારો આવ્યો હતો.



 


Loading...



View this post on Instagram




 

. #RanveerOfficial: let ask the very beautiful and talented Anushka Sharma what does success means to you? #AnushkaSharma: you’re not a host. At #EllleBeautyAwards tonight. #AnuVeer (video credit : Twitter :RanveerSinghtbt)


A post shared by This is an Anushkapaedia. (@anushkasharma_lovers) on






ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ ફંકશનમાં અનુષ્કા શર્મા ઓફ સોલ્ડર સીફોન ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો બીજી તરફ રણવીર પણ હેટ અને બ્લેક કોટ પેન્ટમાં ખૂબ જ ડેસિંગ લાગી રહ્યો હતો. આ ઉપરાંત આ એવોર્ડ ફંકશનમાં કરિના કપૂર સમેત અનેક જાણીતી બોલીવૂડ સેલેબ્રિટીએ હાજરી આપી હતી.

જો આ બંને સ્ટાર્સની આવનારી ફિલ્મો વિષે વાત કરીએ તો અનુષ્કા છેલ્લે ફિલ્મ ઝીરોમાં નાસા વૈજ્ઞાનિક તરીકે નજરે પડી હતી. તે પછી હજી સુધી તેણીએ કોઇ નવા પ્રોજેક્ટને હાથમાં નથી લીધો. તો બીજી તરફ રણવીર સિંહની ફિલ્મ, 83 હાલમાં જ રિલિઝ થવાની છે. જેમાં તે કપિલ દેવનો રૂપેરી પડદે રોલ ભજવશે. આ ઉપરાંત ગુજરાતી ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કરની જયેશભાઇ જોરદાર અને કરણ જોહરની તખ્તમાં પણ તે આવનારા દિવસોમાં કામ કરતો નજરે પડશે.
First published: October 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...