ટીમ ઇન્ડિયાની હાર બાદ ટ્રોલર્સનાં નિશાને પ્રેગ્નન્ટ અનુષ્કા, ટ્વિટર પર ટ્રેન્ડિંગ છે નામ

અનુષ્કા શર્મા થઇ ટ્રોલ

ટીમ ઇન્ડિયાની હાર બાદ અનુષ્કા શર્મા ટ્રોલ્સ (Anushka Sharma)નાં નિશાને આવી ગઇ છે. અને હવે ફરી એક વખત ટ્વિટર પર તેનું નામ ટ્રેન્ડ (Anushka Sharma Troll) કરી રહ્યાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમવામાં આવેલાં અનુષ્કા શર્મા ટ્રોલ્સનાં નિશાને આવી ગયા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anuska Sharma) હાલમાં તેનો પ્રેગ્નેન્સી પિરિયડ એન્જોય કરી રહી છે. પણ , ક્રિકેટ જગત સાથે જોડેયેલી ગોસિપ્સમાં તેનું નામ ખેચવાનું હજુ સુધી બંધ નથી થયું. ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની ખરાબ પરફોર્મન્સ માટે ઘણી વખત અનુષ્કા શર્મા ટ્રોલ્સનાં નિશાને આવી ગઇ છે. હવે ફરી એક વખત ટ્વિટર પર તેનું નામ ટ્રેન્ડ (Anushka Sharma Troll) થઇ રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવેલી મેચ બાદ અનુષ્કા સર્મા ટ્રોલ્સનાં નિશાને આવી ગઇ છે.  ખરેખરમાં, શનિવારનાં થયેલી IND vs AUS ની મેચમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે ક્રિકેટ લવર્સ ઘણાં દુખી છે. એવામાં યૂઝર્સે ન ફક્ત આ હાર માટે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. પણ તેની પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કા શર્મા પર પણ હારનું ઠીકરું ફોડવામાં આવ્યું છે. યૂઝર્સનું કહેવું છે કે વિરાટ કોહલીનું ફોકસ ટીમ ઇન્ડિયાની સરખામણીમાં પરિવાર પર વધુ છે, જેને કારણે ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

  નારાજ ફેન્સે સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઇ રહ્યો છે. જેનાં દ્વારા તેણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પર નિશાનો સાધ્યો છે. આપને જણાવી દઇએ કે, મેચમાં આખી ટીમે ફક્ત 36 રન બનાવ્યા હતાં. અને આખી ટીમ આઉટ થઇ ગઇ છે. એવામાં યૂઝર્સએ હવે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે હટાવવાની માંગ શરૂ કરી દીધી છે. કેટલાંક લોકો અનુષ્કા શર્માને ભારતીય ટીમની હારનું કારણ માને છે.

  અનુષ્કા નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે. જોકે આવું પહેલી વખત નથી જ્યારે યૂઝર્સે અનુષ્કા સર્માને ટીમ ઇન્ડિયાની હાર માટે જવાબદાર ગણી હોય. આ પહેલાં પણ ઘણી વખત અનુષ્કા ટીમ ઇન્ડિાયની ખરાબ પરફોર્મન્સ માટે ટ્રોલ થઇ ગઇ છે.
  Published by:Margi Pandya
  First published: