અનુષ્કા શર્માએ મેરેજ એનિવર્સરી પર વિરાટ કોહલી માટે લખ્યો ખાસ મેસેજ- આપણાં 3 વર્ષ અને જલ્દી જ...

અનુષ્કા શર્માએ શેર કરેલ તસવીર

અનુષ્કા શર્મા (Anushka Sharma)એ એક અનસીન તસવીરોની સાથે એક સુંદર નોટ શેર કરી છે. એક્ટ્રેસે લખ્યું છે, 'આપણાં ત્રણ વર્ષ થયા અને જલ્દી જ આપણે ત્રણ થઇશું. મિસ યૂ. '

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)ને આજે લગ્નનાં બંધનમાં બંધાયે 3 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. વિરાટ કોહલીએ સુંદર રીતે તેની પત્નીને લગ્ન એનિવર્સરીની શુભેચ્છા પાઠવી છે. વિરાટનાં મેસેજ બાદ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીરની સાથે સ્પેશલ નોટ શેર કરી છે.

    અનુષ્કા શર્મા (Anushka Sharma)એ એક સનસીન તસવીરની સાથે એક સુંદર નોટ શેર કરી છે. એક્‌ટરેસે લખ્યુ છે કે, 'આપણા ત્રણ વર્ષ થયા અને જલ્દી જ આપણે ત્રણ થઇશું.. મિસ યૂ' આ તસવીરને લોકો પસંદ કરી રહ્યાં છે.

    આપને જણાવી દઇએ કે,અનુષ્કા શર્મા હાલમાં પ્રેગ્નેન્ટ છે અને તે જાન્યુઆરીમાં બાળકને જન્મ આપી શકે છે. ઘણી વખત જાહેરમાં તે તેનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવે છે. આ પહેલાં વિરાટ કોહલીએ ફેસબૂક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર આ મેસેજ શેર કર્યો હતો. તેમનાં લગ્નનાં મંડપની તસવીર શેર કરી વિરાટે લખ્યું હતું કે, 'ત્રણ વર્ષ અને જીવનભરનો એક સાથ'




    11 ડિસેમ્બર 2017નાં બોલિવૂડ અને ક્રિકેટનાં દિગ્ગજ અનુષ્કા અને વિરાટે સૌનાંથી છુપાવીને ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. આ લગ્ન તેમણે ઇટાલીમાં કર્યા હતાં. જે તે વર્ષનાં સૌથી ચર્ચિત લગ્નમાંથી એક હતાં. બંનેનાં લગ્નમાં નિકટનાં લોકો અને મિત્રો જ હાજર હતાં જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ હતી.








    View this post on Instagram






    A post shared by Virat Kohli (@virat.kohli)






    આ પણ વાંચો- કપિલ શર્માએ ઉજવ્યો દીકરી અનાયરાનો પહેલો બર્થડે, શેર કરી CUTE PHOTOS

    આપને જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને 17 ડિસેમ્બરનાં શરૂ થનારી પહેલી ટેસ્ટ બાદ તેઓ સ્વદેશ પરત આવશે. અને બાદમાં તે પેટરનિટી લિવ પર રહેશે.
    Published by:Margi Pandya
    First published: