અનુષ્કા શર્મા (Anushka Sharma)ની તસવીર હવે ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. જેમાં પ્રેગ્નેન્ટ અનુષ્કા તેની ટીમની સાથે પોઝ આપતી નજર આવે છે. ફોટોમાં તે ખુબજ ક્યૂટ લાગી રહી છે. જેને કારણે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)હાલમાં તેનો પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. અને તે તેની પ્રેગ્નેન્સીને લઇને ચર્ચામાં છે. અવાર નવાર અનુષ્કા બેબી બમ્પ (Anushka Sharma Baby Bump) ફ્લોન્ટ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કેટલીક તે કરે છે તો કેટલીક તેનાં ટીમનાં મેમ્બર કરે છે. એવી જ એક તસવીર હવે ઇન્ટરનેટ પર છવાઇ છે. જેમાં પ્રેગ્નેન્ટ અનુષ્કા (Anushka Sharma Viral Photo) તેની ટીમની સાથે પોઝ આપતી નજર આવે છે. અનુષ્કાની આ ફોટો તેનાં ફેન્સની વચ્ચે ઘણી પસંદ થઇ રહી છે.
ફોટોમાં અનુષ્કાનો અંદાજ તેનાં ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. અનુષ્કાની આ ફોટો તેની હેર સ્ટાઇલિસ્ટે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. ફોટો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, - 'આ કંઇક એવું લાગે છે કે જાણે કોઇ જનરલ હોસ્પિટલ હોય.' જોકે, જોવા જઇએ તો સૌ કોઇ એક વખત તો છેતરાઇ જ જશે કે આ ફોટો કોઇ શૂટિંગનાં સેટની છે કે, પછી કોઇ હોસ્પિટલની છે.
ફોટોમાં અનુષ્કા શર્મા તેની ટીમની સાથે છે જેમાં ટીમે PPE કિટ પહેરેલી છે. તો અનુષ્કા શર્મા પિંક કલરનાં કોલ્ડ શોલ્ડર ડ્રેસમાં નજર આવી રહી છે. ફોટોમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહેલી અનુષ્કા ખુબજ ક્યૂટ લાગે છે. આ પહેલાં એક્ટ્રેસની હેર સ્ટાઇલિસ્ટે તેની એક ફોટો શેર કરી હતી જેમાં તે એક્ટ્રેસનો મેકઅપ કરતી નજર આવે છે. ફોટોમાં અનુષ્કા શર્મા અને ટેબલ પર રાખેલાં મેકઅપ બ્રશ નજર આવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર