Home /News /entertainment /

દરિયા કિનારે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી અનુષ્કા, જણાવ્યો પ્રેગ્નેન્સીનો અનુભવ

દરિયા કિનારે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી અનુષ્કા, જણાવ્યો પ્રેગ્નેન્સીનો અનુભવ

અનુષ્કા શર્મા, બેબી બમ્પની તસવીર કરી શેર

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)એ દરીયા કિનારે બેબી બમ્પ સાથેની તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે આ ફોટોને અત્યાર સુધીમાં 41 લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે.

    મુંબઇ: ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલમાં તેનાં પ્રેગ્નેન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. હવે અનુષ્કાએ સમુદ્ર કિનારે બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કર્યાંનાં મિનિટોનાં સમયમાં તે વાયરલ થઇ ગઇ છે. આ ફોટો પર અત્યાર સુધીમાં 41 લાખથી વધુ લાઇક્સ આવી ગઇ છે.



    ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં અનુષ્કા લખે છે કે, 'તેનાંથી વધુ સત્ય અને સુખદ અનુભવ કોઇ નથી કે, આપની અંદર એક નવાં જીવનનું નિર્માણ થઇ રહ્યું છે. આપનો તેનાં પર કોઇ કંટ્રોલ હોતો નથી તો વાસ્તવમાં શું છે? '

    અનુષ્કાની આ પોસ્ટ પર વિરાટ કોહલીની પ્રેમાળસુંદર કમેન્ટ
    અનુષ્કાની આ તસવીર પર વિરાટ કોહલી લખે છે કે, 'મારો આખો સંસાર એક ફ્રેમમાં આવી ગયો છે.' હાલમાં જ વિરાટ કોહલીએ IPL પહેલાં તેમનાં ફેન્સને આ સુંદર ખુશખબરી આપી હતી. વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, તે પિતા બનવાનો છે. વિરાટ અને અનુષ્કા બંનેએ તેમનાં સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ જાન્યુઆરી 2021માં બાળકને જન્મ આપશે.




    UAEમાં વિરાટ અને અનુષ્કા
    હાલમાં વિરાટ કોહલી IPLની 13મી સિઝન માટે UAEમાં છે. કોરોનાને કારણે તેઓ આશરે પાંચ મહિના બાદ મેદાન પર વાપસી કરી રહ્યાં છે. કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેનાં પહેલાં ટાઇટલ માટે 19 સ્પટેમ્બરથી શરૂ થનારી IPLમાં ઉતરશે. IPLની ફાઇનલ મેચ 10 નવેમ્બરનાં રમાશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Anushka Sharma, Entertainment, Instagram, Social media, બોલીવુડ, વિરાટ કોહલી

    આગામી સમાચાર