પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્માએ પોતાને જણાવી 'સીરિયલ ચિલર' ડોગીની સાથે આરામ કરતી આવી નજર

પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્માએ પોતાને જણાવી 'સીરિયલ ચિલર' ડોગીની સાથે આરામ કરતી આવી નજર
અનુષ્કા શર્મા, એક્ટ્રેસ

અનુષ્કા શર્મા (Anushka Sharma)એ ઇન્સ્ટાગ્રામ પર તેની એક નવી તસવીર શેર કરી છે. જેમાં તે ચિલ કરતી નજર આવી રહી છે. આ ફોટોમાં અનુષ્કા શર્મા તેનાં ડોગ સાથે નજર આવે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) ટૂંક સમયમાં જ માતા બનવાની છે. એવામાં તે તેનો આ પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. હાલમાં જ અનુષ્કા સર્માએ બેબી બંપ ફ્લોન્ટ (Anushka Sharma Baby Bump) કરતાં એક તસવીર શેર કરી હતી. જે હાલમાં ખુબજ ચર્ચામાં છે. આ તસવીર અનુષ્કા શર્માનાં એક ફોટોશૂટની (Anushka Sharma Photoshoot) હતી. જેમાં અનુષ્કા શર્મા બોલ્ડ અંદાજમાં તેનું બેબી બમ્પ શો કરતી નજર આવી રહી છે. હવે અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર તેની નવી ફોટો શેર કરી છે. જેમાં તે ચિલ કરતી નજર આવે છે.

  આ ફોટોમાં અનુષ્કા શર્મા તેનાં ડોગીની સાથે નજર આવે છે. ફોટો શેર કરતાં અનુષ્કા શર્માએ પોતાને સીરિયલ ચિલર ગણાવી છે. ફોટોની કેપ્શનમાં અનુષ્કા લખે છે કે, 'ઘરમાં સીરિયલ ચિલર.' આ થસવીરમાં અનુષ્કા તેનાં ડોગીની સાથે સુતેલી આરામ કરતી નજર આવે છે.

  આ ઉપરાંત અનુષ્કાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં અનુષ્કા જિમમાં નજર આવી રહી છે. તે ટ્રેડમિલ પર દોડતી નજર આવી રહી છે. અનુષ્કા આ વીડિયોમાં વ્હાઇટ ટિશર્ટ અને બ્લેક ટાઇટ્સમાં નજર આવે છે. જોકે, આ પહેલી વકત નથી જ્યારે અનુષ્કાએ પ્રેગ્નેન્સી સમયમાં એક્સરસાઇઝ કરી હોય. આ પહેલાં પણ તે ઘણી વખત જીમમાં અને ઘરમાં વર્કઆઉટ કરતી નજર આવી છે.
  અનુષ્કા ટુંક જ સમયમાં તેનાં પહેલાં બાળકને જન્મ આપશે. એથવામાં હાલમાં અનુષ્કા શર્મા સતત ક્લીનિકનાં આંટા મારતી નજર આવી રહી છે. એટલું જ નહીં તેણે હાલમાં જ એક મેગેઝિનનાં કવરપેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું.
  Published by:Margi Pandya
  First published:January 05, 2021, 10:39 am