'બસપન કા પ્યાર' ગીતથી અનુષ્કા શર્માનાં ઉડ્યાં હોશ, એક્ટ્રેસથી ભુલાતુ નથી ગીત

PHOTO: @AnushkaSharma Instagram

એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)ને રાત્રે ઉંઘ નથી આવી રહી. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કર્યો છે. જેમાં તેણે આ વાત કરી છે કે તેની ઉંઘ ઉડી ગઇ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)ને રાત્રે ઉંઘ નથી આવી રહી. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે આ વાત જણાવી છે કે, કોઇએ તેની રાતોની ઉંઘ ઉડાવી દીધી છે. આપને જણાવી દઇએ કે આ વ્યક્તિ વિરાટ કોહલી (Virat Kohli) નથી પણ કોઇ અન્ય છે. જી હાં, આ પોસ્ટમાં અનુષ્કાએ જણાવ્યું છે કે, 'બસપન કા પ્યાર..' (Baspan Ka Pyar) ગીતનો વાયરલ થઇ રહેલાં નાનકડાં દીકરાએ સહદેવ દિરદો (Sehdev Dirdo)એ એક્ટ્રેસની ઊંઘ ઉડાવી દીધી છે.



બુધવારે અનુષ્કા શર્મા (Anushka Sharma Post)એ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વાયરલ બોય સહદેવ દિરદોનાં ગીત સાથે જોડાયેલું એક મીમ શેર કર્યું છે. જેમાં એક વ્યક્તિ રાતમાં જાતો નજર આવી રહ્યો ચે કારણ કે તેનાં મન મગજમાંથી સહદેવનું ગીત હટતુ જ નથી. અનુષ્કા (Anushka Sharma)ની પોસ્ટની સાથે હસવાની ઇમોજી શેર કરી છે. અનુષ્કા (Anushka Sharma)એ બાસ્કેટબોલ ખેલાડી અને ક્રિકેટર ઇશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહનાં પેજથી મીમનો રીપોસ્ટ કર્યું. સહદેવનાં ગીત 'બસપન કા પ્યાર' (Baspan Ka Pyar) આજકાલ સૌ કોઇનાં મોઢે છે.

'બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે (Bachpan Ka pyaar MEra Bhool nai jana re)'ને બે વર્ષ પહેાલ સહદેવ (Sahadev)એ ત્યારે ગાયુ હતું જ્યારે બધુ સામાન્ય હતું અને બાળકો સ્કૂલ જતા હતાં. તે સમયે સહદેવ પાંચમાં ધોરણમાં ભણતો હતો. ત્યારે ટીચરનાં કહેવાં પર તેણે ક્લાસમાં આ ગીત ગાયુ હતું. આ વીડિયો તે હદે વાયરલ થયો છે કે, હવે દેશમાં તેની ચર્ચા થઇ રહી છે. હાલમાં જ બાદશાહે તેનો સંપર્ક કર્યો હતો. જે બાદ બાદશાહએ સહદેવ સાથે વીડિયો કોલ પર વાત કરી તેને ચંદીગઢ આવવાંનું આમંત્રણ આપ્યું હતું.

PHOTO: @AnushkaSharma Instagram


બાદશાહ ઉપરાંત બુધવારે આ બાળકને છત્તીસગઢનાં CM ભૂપેશ બઘેલે પણ મુલાકાત કરી હતી. CM અને સહદેવ કુમાર દિરદોની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સહદેવ દિરદો મખ્યંત્રી ભૂપેશ બાઘેલની બાજુમાં ઉભેલો નજર આવે છે. અન્ય કેટલાંક લોકો પણ હાજર છે. જે બાદ સહદેવ કુમાર દિરદો એક વખત ફરી 'બસપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે' ગાતો અને તમામનું મનોરંજન કરતો નજર આવે છે.
Published by:Margi Pandya
First published: