Home /News /entertainment /નીમ કરોલી બાબાના આ ભક્તને મળીને અનુષ્કા થઇ ગઇ ખુશ-ખુશ, શેર કરી મસ્ત તસવીર, જોઇ તમે?

નીમ કરોલી બાબાના આ ભક્તને મળીને અનુષ્કા થઇ ગઇ ખુશ-ખુશ, શેર કરી મસ્ત તસવીર, જોઇ તમે?

તસવીર: ઇન્સ્ટાગ્રામ

Anushka devotee of neem karoli baba: અનુષ્કા અને વિરાટની જોડી મોટાભાગના લોકોને ગમતી હોય છે. આમ વાત કરવામાં આવે તો અનુષ્કાની એક તસવીર હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે.

મુંબઇ: બોલિવૂડ સ્ટાર્સ પણ હોળીના રંગોમાં રંગાઇ જાય છે. અનેક સ્ટાર્સ પૂરા ઉત્સાહથી હોળીનો તહેવાર ઉજવતા હોય છે. કોઇ લગ્ન પછી પોતાની પહેલી હોળીનો ફોટો શરે કરે છો તો કોઇ પાર્ટીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હોળીના દિવસે એક ખાસ તસવીર શેર કરી છે, જેમાં મશહૂર અમેરિકાના ભજન ગાયક કૃષ્ણા દાસની સાથે જોવા મળી રહી છે, જે નીલ કરોલી બાબાના ભક્ત છે. આ તસવીરની સાથે અનુષ્કાએ નીમ કરોલી બાબની તસવીર પણ શેર કરી. આ સાથે જ અનુષ્કા જણાવે છે કે એ નીમ કરોલી બાબાને એ કેટલું માને છે.






પહેલી તસવીરમાં અનુષ્કા શર્મા, અમેરિકને ભજન ગાયક કૃષ્ણ દાસની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે, જ્યારે બીજી એક તસવીરમાં બન્ને બોટ પર સાથે બેસેલા જોવા મળી રહ્યા છે, જેમાં અનુષ્કા સફેદ સલવાર સૂટમાં માથા પર ચંદનનો ચાલ્લો કરેલી દેખાઇ રહી છે. જો કે આમાં અનુષ્કાનો લુક લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

તસવીરોના કેપ્શનમાં અનુષ્કાએ લખ્યુ છે કે...જ્યારે મને મારા પ્રેમના સ્થાને કોઇ લઇ આવે છે એ મારા ગુરુ નીમ કરોલી બાબા છે. બહારથી એક કંબલ લપેટીને એક નાના ઘરડા વ્યક્તિ જેવા દેખાતા હતા, જેમની ઉપસ્થિતિમાં મને શરત વગર પ્રેમ મહસૂસ થયો. અંદરથી એવું કંઇ જ હતુ નહીં જે પ્રેમ હતો નહીં. આ સાથે જ અનુષ્કા આગળ લખે છે કે..કોઇ પણ સાંપ્રદાયિક માન્યતાઓ પર મહારાજ જી એ વારંવાર કહ્યું કે આપણે બધા એક પરિવારના સદસ્યો છીએ અને આપણાં લોહી દોડે છે.

આ પણ વાંચો:બોલિવૂડની આ ફેમસ એક્ટ્રેસ રાતોરાત ગાયબ થઇ ગઇ

તમને જણાવી દઇએ કે અનુષ્કા શર્મા નીમ કરોલી બાબાની બહુ મોટી ભક્ત છે. આ વર્ષ જાન્યુઆરીમાં વિરાટ અને અનુષ્કા દીકરી વામિકાની સાથે નીમ કરોલી બાબાના આશ્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાનની તસવીરો ખૂબ વાયરલ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, અનેક લોકોને વિરાટ અને અનુષ્કાની જોડી પસંદ આવે છે. આ સાથે જ અનુષ્કા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. આમ, અનુષ્કાના ફેન્સનો વર્ગ પણ બહુ મોટો છે. અનુષ્કા અને વિરાટની સાથે અનેક લોકો વામીકાને જોવા માટે ઇચ્છે છે.
First published:

Tags: Anushka Sharma, Bollywood News in Gujarati, મનોરંજન