Home /News /entertainment /

અનુષ્કા શર્માએ પોતાના પ્રોડક્શન હાઉસ Clean slate filmz સાથે છેડો ફાડ્યો, કહ્યું મારા પ્રથમ પ્રેમને સમય આપીશ

અનુષ્કા શર્માએ પોતાના પ્રોડક્શન હાઉસ Clean slate filmz સાથે છેડો ફાડ્યો, કહ્યું મારા પ્રથમ પ્રેમને સમય આપીશ

અનુષ્કા શર્મા

ક્લીન સ્લેટ ફિલ્મઝ (Clean slate filmz) ની સ્થાપના અનુષ્કા શર્મા (Anushka sharma) અને તેના ભાઈ કર્ણેશ શર્મા દ્વારા ઓક્ટોબર 2013માં કરવામાં આવી હતી. આ કંપની પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલી છે.

  બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા (Anushka sharma) પોતાના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મઝ (Clean slate filmz)ને છોડી રહી છે. તે પોતાના પ્રથમ પ્રેમ એટલે કે અભિનય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેણે પ્રોડક્શન હાઉસ (Production house)થી દુર થવાની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર લાંબી નોટ લખીને કરી છે.

  ક્લીન સ્લેટ ફિલ્મઝની સ્થાપના અનુષ્કા શર્મા અને તેના ભાઈ કર્ણેશ શર્મા દ્વારા ઓક્ટોબર 2013માં કરવામાં આવી હતી. આ કંપની પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલી છે. આ કંપનીએ અત્યાર સુધીમાં NH10, પાતાલ લોક અને બુલબુલ જેવા પ્રોજેક્ટ્સનું નિર્માણ કર્યું છે. CSFમાંથી બહાર નીકળવાના સમાચાર શેર કરતા અનુષ્કાએ લખ્યું, "ઓનવર્ડ્સ એન્ડ અપવર્ડ્સ @kans26 @officialcsfilms! મારી શુભેચ્છાઓ હંમેશાં તમારી સાથે જ છે!" અનુષ્કાની આ પોસ્ટને દીપિકા પાદુકોણે લાઈક કરી હતી.

  પોતાની નોટમાં અનુષ્કાએ જણાવ્યું હતું કે, મેં મારા ભાઈ કર્ણેશ શર્મા સાથે ક્લીન સ્લેટ ફિલ્મઝ શરૂ કરી હતી ત્યારે પ્રોડક્શન બાબતે અમે શિખાઉ હતા, પરંતુ અમારા પેટમાં આગ લાગી હતી અને અમે ક્લટર-બ્રેકિંગ કન્ટેન્ટ દ્વારા ભારતમાં મનોરંજનનો એજન્ડા સેટ કરવાનો પ્રયાસ કરવા માંગતા હતા. આજે જ્યારે હું અમારી અત્યાર સુધીની સફર પર નજર નાખું છું, ત્યારે અમે જે કંઈ પણ બનાવ્યું છે અને જે વસ્તુ અમે હાંસલ કરવામાં સફળ રહ્યા છીએ તેના પર મને ગર્વ છે. કોમર્શિયલ પ્રોજેકટ કેવા હોવા જોઈએ તેની વ્યાખ્યા બદલવાની મારી દ્રષ્ટિથી CSFની શરૂઆત થઈ હતી, ત્યારે આજે CSF જે છે તેને આકાર આપવામાં કર્ણેશને શ્રેય આપવો પડશે.

  તેણે વધુમાં જણાવ્યું હતું કે, માતા બન્યા પછી, પોતાને પહેલા ક્યારેય ન હોય તેવી સંપૂર્ણપણે નવી ફેશનમાં તેના જીવનને સંતુલિત કરવું પડશે. અનુષ્કાને ઘરે જાન્યુઆરી 2021માં બાળકીનો જન્મ થયો હતો.

  અનુષ્કાએ ઉમેર્યું કે, મેં નક્કી કર્યું છે કે મારી પાસે જેટલો પણ સમય હશે તે હું મારા પ્રથમ પ્રેમ અભિનયને સમર્પિત કરીશ! તેથી મેં CSFથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે, મને વિશ્વાસ છે કે સૌથી સક્ષમ વ્યક્તિ કર્ણેશ જે દ્રષ્ટિકોણથી CSFનું નિર્માણ થયું તેને આગળ ધપાવશે.

  આ પણ વાંચોએરિકા ફર્નાન્ડિસથી લઈને તાન્યા શર્મા, આ 9 ટીવી અભિનેત્રીઓએ પડદા પર ઈન્ટીમેટ સીન કરવાની ના પાડી

  તેણે કહ્યું કે, હું કર્નેશ અને CSF માટે સૌથી મોટી ચીયરલીડર બનીશ અને CSF દ્વારા નિર્મિત ઘણા પ્રોજેક્ટ્સનો ભાગ બનવાની આશા રાખું છું. આ સાથે જ અનુષ્કાએ અંતમાં આગામી સમયમાં કંપનીના આગામી પ્રોજેકટ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને હાર્દિક શુભકામનાઓ આપી હતી.
  First published:

  Tags: Anushka Sharma, અનુષ્કા શર્મા

  આગામી સમાચાર