અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં ઘરે આવી દીકરી, તો તૈમૂર પર બનવાં લાગ્યા Funny Memes

(Photo: Instagram @therealkareenakapoor/@anushkasharma)

અનુષ્કા શર્મા (Anushka Sharma)નાં માતા બનવાનાં સમાચાર જેમ વાયરલ થયા, સોશિયલ મીડિયા પર ફરી એક વખત સૈફ અલી ખાનનાં દીકરા તૈમૂર અલી ખાન પર મીમ્સ બનવામાં શરૂ થઇ ગયા છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) મા બની ગઇ છે. ગત રોજ (11 જાન્યુઆરી) એ નાનકડી પરીને જન્મ આપ્યો છે. અનુષઅકાનાં પતિ અને ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ આ વાતની જાણકારી પોતે જ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. અનુષ્કાની માતા બન્યાની ખબર જેમ વાયરલ થઇ, સોશિયલ મીડિયા પર ફરી એક વખત સૈફ અલી ખાનનાં દીકરા તૈમૂર અલી કાન પર મીમ્સ બનવાનાં શરૂ થઇ ગયા છે

    આપને જણાવી દઇએ કે, 4 વર્ષનો તૈમૂર તેનો જન્મથી જ ચર્ચામાં છે. એવો કોઇ અવસર નહીં હોય જ્યાં સોશિયલ મીડિયા પર તૈમૂરનું નામ સામે ન આવ્યું હોય. હવે અનુષ્કા-વિરાટનાં ઘરે નાનકડી પરી આવ્યા બાદ લોકોએ તૈમૂરને ફરી યાદ કર્યો છે. લોકોએ તૈમૂર માટે ફની મીમ્સ બનાવવાનાં શરૂ કરી દીધા છે. અને તે ટ્વિટર પર શેર પણ કરી રહ્યાં છે. તો આવો ચાલો જોઇએ, તૈમૂર પર બનેલાં મીમ્સ









    લોકોનું કહેવું છે કે, હવે તૈમૂરથી વધુ અટેન્શન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરીને મળશે. લોકો ફની મીમ્સ દ્વારા તૈમૂર પર કમેન્ટ્સ કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, તૈમૂર તેનાં જન્મથી લઇ અત્યાર સુધી મીડિયામાં છવાયેલો છે. અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતો રહે છે. પણ હવે લોકોનું માનવું છે કે, આવે આ બધુ જ અટેન્શન તૈમૂરથી હટીને અનુષ્કા-વિરાટની દીકરી પર શિફ્ટ થઇ જશે.
    Published by:Margi Pandya
    First published: