Home /News /entertainment /દીકરી સાથે અનુષ્કા પહોંચી પાર્કમાં લટાર મારવા, જોઇ લો ક્લિક કરીને સુપર-ડુપર તસવીર

દીકરી સાથે અનુષ્કા પહોંચી પાર્કમાં લટાર મારવા, જોઇ લો ક્લિક કરીને સુપર-ડુપર તસવીર

અનુષ્કા શર્મા અને વામિકા

anushka sharma and vamika: અનુષ્કા શર્માએ એક મસ્ત તસવીર શેર કરી છે. આ તસવીરમાં અનુષ્કા કંઇક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. અનુષ્કા દીકરી વામિકા સાથે પાર્કમાં ફરવા નિકળી હતી.

    મુંબઇ: એક્ટ્રેસ અનુષ્કા શર્મા ક્યારેક પ્રોફેશનલ તો ક્યારે પર્સનલ લાઇફને લઇને અનેક વાર સોશિયલ મિડીયામાં છવાયેલી રહેતી હોય છે. આ સાથે જ અનુષ્કા પોતાના ફેમિલી પાસે પણ એટલો જ ટાઇમ સ્પેન્ડ કરતી હોય છે. ઘણી વાર અનુષ્કા પોતાના ફેન્સ સાથે તો ક્યારેક ફેમિલીની સાથે ખૂબસૂરત પળોની તસવીરો શેર કરતી હોય છે. એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મિડીયામાં ખૂબ જ જોવાતી હોય છે. અનેક ફેન્સ અનુષ્કાની નવી તસવીરની રાહ જોઇને બેઠા હોય છે. જો કે અનુષ્કાએ શેર કરેલી આ તસવીર હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ પોપ્યુલર બની છે.

    શેર કરેલી તસવીરમાં અનુષ્કા શર્મા પાર્કમાં મસ્તીભર્યા અંદાજમાં પોઝ આપી રહી છે. આ દરમિયાન અનુષ્કાએ ગ્રે જેકેટ અને ડેનિમ જીન્સ એટલે કે કેઝ્યુઅલ લુકમાં એકદમ મસ્ત લાગી રહી છે. આ કપડામાં અનુષ્કાનો લુક કંઇક અલગ જ જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા અનુષ્કાએ લખ્યુ છે કે...’પ્લે પાર્કમાં મારો દિવસ બહુ સારો રહ્યો કારણકે હું મારી દીકરીને લઇને ગઇ હતી.’ જો કે આ તસવીરમાં દીકરી વામિકા જોવા મળી રહી નથી. ફેન્સ એક્ટ્રેસની આ તસવીરને ખૂબ લાઇક કરી રહ્યા છે. અનુષ્કાના ફેન દીકરી વામિકાની તસવીર જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.

    આ પણ વાંચો: લાઈગર ફ્લોપ થતા અનન્યા પાંડે ઈટલીમાં વેકેશન મનાવવા પહોંચી



    ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે અનુષ્કા


    ઉલ્લેખનીય છે કે, અનુષ્કા ટૂંક જ સમયમાં ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મને લઇને અનેક વાર સોશિયલ મિડીયામાં અપટેડ આપતી રહે છે. અનુષ્કા 3 વર્ષ પછી આ ફિલ્મમાં કમબેક કરી રહી છે. વામિકાના જન્મ પછી અનુષ્કા આ ફિલ્મથી કમબેક કરી રહી છે. આ ફિલ્મની અનેક લોકો રાહ જોઇને બેઠા છે. આ ફિલ્મમાં અનુષ્કા મહિલા ક્રિકેટર ઝુલણ ગોસ્વામીના રોલમાં જોવા મળશે. આ રોલમાં અનુષ્કા કંઇક અલગ જ અંદાજમાં જોવા મળશે.

    આ પણ વાંચો: આલેલેલે..શહનાઝ ગિલે જાહેરમાં કરી દીધું આવું કામ

    ફેન્સમાં ઉત્સાહ


    દીકરીના જન્મ પછી ચકદા એક્સપ્રેસ મુવીથી કમબેક કરતી અનુષ્કાની મુવીને લઇને ફેન્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનુષ્કાના ફેન્સ પણ છેલ્લા ઘણાં સમયથી એની ફિલ્મ જોવા માટે ઇચ્છે છે. આ ફિલ્મના ટિઝરમાં તમે જોઇ શકો છો અનુષ્કા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઝુલણ ગોસ્વામીના રોલમાં કંઇક અલગ જ રીતે જોવા મળી રહે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: અનુષ્કા શર્મા, બોલિવૂડ, બોલિવૂડ સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन