વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે નીમ કરોલી બાબાના આશ્રમ અને સમાધિની મુલાકાત લીધી હતી. તે પછી તેઓ મા આનંદમાઈ માના આશ્રમમાં પણ ગયા. વૃંદાવનમાં કપલની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ તેમની લાડકી વામિકા સાથે હાથ જોડીને બેઠા છે. વિરાટ-અનુષ્કાની ક્યૂટ દીકરી વામિકાને જોઈને ફેન્સનું દિલ ખુશ થઈ ગયું છે.
Anushka sharma Virat Kohli : બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને તેના પતિ વિરાટ કોહલી ખૂબ જ આધ્યાત્મિક છે. બંને ઘણી વખત આધ્યાત્મિક પ્રવાસ પર જોવા મળ્યા છે. આ કપલ તેમની લાડકી વામિકા સાથે 2 દિવસના આધ્યાત્મિક પ્રવાસ પર વૃંદાવન ગયા હતા.
વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે રમન રેતી માર્ગ સ્થિત કેલી કુંજમાં હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ પાસે પહોંચ્યા હતા. બંને ત્યાં લગભગ 45 મિનિટ રોકાયા અને વિરાટ કોહલીએ મહારાજ સાથે આધ્યાત્મિક ચર્ચા કરી. મહારાજના આશીર્વાદ લીધા. આધ્યાત્મિક ચર્ચાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ગુરુવારે વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે નીમ કરોલી બાબાના આશ્રમ અને સમાધિના દર્શન કર્યા હતા. તે પછી મા આનંદમઈ માના આશ્રમમાં પણ ગયા. તે જ સમયે, સાંજે 4 વાગ્યે, વૃંદાવનના પવન હંસ હેલિપેડથી પ્રાઇવેટ હેલિકોપ્ટરમાં દિલ્હી જવા રવાના થયા હતા. વૃંદાવનમાં કપલની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ તેમની દીકરી સાથે હાથ જોડીને બેઠા છે.
વિરાટ-અનુષ્કાની ક્યૂટ દીકરી વામિકાને જોઈને ફેન્સનું દિલ ખુશ થઈ ગયું છે. જોકે, વીડિયોમાં વામિકાના ચહેરાને છુપાવવામાં આવ્યો છે. પરંતુ વીડિયોમાં વામિકાની ક્યૂટ અને મસ્તીભરી હરકતો સ્પષ્ટ દેખાઈ રહી છે.
અનુષ્કા અને વિરાટ હાથ જોડીને ઉભા છે. અનુષ્કાએ વ્હાઇટ સૂટ, બ્લેક જેકેટ, વ્હાઇટ કેપ, ફ્લોરલ સ્કાર્ફ પહેર્યો છે. વિરાટ કોહલીએ ઓલિવ ગ્રીન જેકેટ, બ્લેક કેપ અને ટ્રાઉઝર પહેર્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વામિકા તેની માતા અનુષ્કાના ખોળામાં બેઠી છે. સ્વામીજી આવે છે અને અનુષ્કાને ચુંદડી પહેરાવે છે અને વામિકાના ગળામાં માળા પહેરાવે છે. વામિકા ઓલ વ્હાઇટ લુકમાં ક્યૂટ લાગી રહી હતી. યુઝર્સ વામિકાને એડોરેબલ કહી રહ્યા છે.
ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે અનુષ્કા
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌથી પોપ્યુલર કપલ્સમાંથી એક છે. વિરાટ અને અનુષ્કાએ દુબઈમાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યુ હતું. એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે.
આ ફિલ્મમાં અનુષ્કા ક્રિકેટર બની છે. અનુષ્કા ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે. અનુષ્કાને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે ફેન્સ આતુર છે. ફિલ્મોમાંથી બ્રેક લઈને અનુષ્કા શર્મા ફેમિલી લાઇફ અને પ્રોડક્શનના કામમાં બિઝી રહી. વિરાટ સાથેની તેની દરેક તસવીર ફેન્સ વચ્ચે વાયરલ થઇ જાય છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર