Home /News /entertainment /અનુષ્કા શર્મા-વિરાટ કોહલી દુબઈથી અચાનક પહોંચ્યા વૃંદાવન, કારણ જાણી થઈ જશો સ્તબ્ધ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી દુબઈથી અચાનક પહોંચ્યા વૃંદાવન, કારણ જાણી થઈ જશો સ્તબ્ધ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વૃંદાવન પહોંચ્યા

અનુષ્કા અને વિરાટ બાબાને નીમ કરોલીમાં ઘણી શ્રદ્ધા રાખે છે. નવેમ્બર 2022માં પણ તેમણે ઉત્તરાખંડમાં બાબા નીમ કરોલી આશ્રમની મુલાકાત લીધી હતી.આશ્રમમાં પ્રાર્થના કરી રહેલા અનુષ્કા અને વિરાટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વધુ જુઓ ...
    મુંબઈ. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર-પતિ વિરાટ કોહલી નવા વર્ષની ઉજવણી કરવા તાજેતરમાં યુએઈમાં હતા. ત્યાંથી કપલ સીધા મથુરા, વૃંદાવન બાબા નીમ કરોલી આશ્રમમાં દર્શન કરવા પહોંચ્યું. તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ બાબાને નીમ કરોલીમાં ઘણી શ્રદ્ધા રાખે છે. નવેમ્બર 2022માં પણ તેમણે ઉત્તરાખંડમાં બાબા નીમ કરોલી આશ્રમની મુલાકાત લીધી હતી.

    આશ્રમમાં પ્રાર્થના કરતા અનુષ્કા અને વિરાટની તસવીરો વાયરલ


    આશ્રમમાં પ્રાર્થના કરી રહેલા અનુષ્કા અને વિરાટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર તેમના ફેન પેજ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં વિરાટ ઓલિવ જેકેટ અને બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. ફેન સાથે પોઝ આપતી વખતે તેણે બ્લેક કેપ પણ પહેરી છે. જ્યારે અનુષ્કાએ માસ્કથી પોતાનો ચહેરો ઢાંક્યો છે. વાયરલ તસ્વીરોમાં તે વિરાટ સાથે ઉભી જોવા મળી રહી છે અને બ્લેક સ્વેટર પહેર્યું છે.ઈન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, કપલે આશ્રમમાં એક કલાક સુધી મેડિટેશન પણ કર્યું અને બુધવારે સવારે વૃંદાવન પહોંચ્યા. અહેવાલો અનુસાર, તેમણે આશ્રમમાં ધાબળા અને સ્વેટરનું પણ વિતરણ કર્યું હતું.






    આ પણ વાંચોઃ મોદી કેબિનેટે ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી, તેનાથી 6 લાખ નોકરીઓ ઉપલબ્ધ થશે; જાણો તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય










    View this post on Instagram






    A post shared by Virat Kohli (@virat.kohli)





    વિરાટે અનુષ્કાએ પણ શેર કરી દુબઈ ટ્રિપની તસવીરો


    જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટે હાલમાં જ તેમની દુબઈ ટ્રિપની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. વિરાટે પોસ્ટ કરેલી તસવીરોમાં કપલ ડિનર ડેટ પર જતું જોવા મળ્યું હતું. આ દરમિયાન અનુષ્કાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જ્યારે વિરાટે સફેદ પેન્ટ સાથે સફેદ ટી-શર્ટ પહેરી હતી.

    અનુષ્કાનું વર્ક ફ્રન્ટ


    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ટૂંક સમયમાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અભિનેત્રીએ પહેલાથી જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે, જે નેટફ્લિક્સ પર ડાયરેક્ટ-ટુ-ઓટીટી રિલીઝ થશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Anushka Sharma, Mathura, Virat kholi

    विज्ञापन
    विज्ञापन