Campeones ના રિમેકમાં અનુષ્કા શર્મા-આમીર ખાનની ફરી જોડી જામશે! જાણો શું છે સત્ય?
Campeones ના રિમેકમાં અનુષ્કા શર્મા-આમીર ખાનની ફરી જોડી જામશે! જાણો શું છે સત્ય?
શું કેમ્પિઓન્સ ફિલ્મમાં આમિર ખાન અને અનુષ્કા શર્મા સાથે જોવા મળશે
શું કેમ્પિઓન્સ (Campeones ફિલ્મના નિર્માતાએ અનુષ્કા શર્મા (Anushka Sharma) ને આમિર ખાન (Aamir Khan) સાથે લીડ રોલ કરવા માટે સંપર્ક કર્યો છે. આમિર ખાને તેના જન્મદિવસ પર આરએસ પ્રસન્નાના પ્રોજેક્ટ વિશે પૂછેલા પ્રશ્નનો આપ્યો હતો જવાબ
આમિર ખાન (Aamir Khan) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) ના ફેન્સ તેમની આગામી ફિલ્મો (Upcoming Movie) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમિર ખાન ફરી એકવાર 'લાલ સિંહ ચઢ્ઢા' (lal singh chaddha) થી લોકોના દિલ પર રાજ કરશે. તો, અનુષ્કા પણ સિનેમામાંથી લાંબા બ્રેક બાદ ફરી એકવાર ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ' (Chakda Xpress) થી વાપસી કરવા જઈ રહી છે, જેના માટે તે હાલના દિવસોમાં ઘણો પરસેવો પાડી રહી છે. અહેવાલ છે કે 'પીકે'માં સાથે જોવા મળેલી આમિર અને અનુષ્કાની જોડી ફરી એકવાર સાથે ધમાલ મચાવવા જઈ રહી છે.
ફિલ્મ 'પીકે'માં (આમીર ખાન) અને અનુષ્કા શર્માની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. તેથી ફરી એકવાર ચર્ચાઓ છે કે બંને આરએસ પ્રસન્નાના આગામી પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે.
સત્ય શું છે
'શુભ મંગલ સાવધાન'ના દિગ્દર્શક આરએસ પ્રસન્ના કથિત રીતે સ્પેનિશ ફિલ્મ 'કેમ્પિઓન્સ' (Campeones) (2018) થી પ્રેરિત ફિલ્મ પર કામ કરી રહ્યા છે. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, ફિલ્મ નિર્માતાએ અનુષ્કા શર્માને આમિર સાથે લીડ રોલ કરવા માટે સંપર્ક કર્યો છે. જોકે, એક ટ્રેડ સોર્સે સ્પષ્ટતા કરી હતી કે, 'હાલમાં આવી કોઈ ફિલ્મ બની રહી નથી. આમિર અને અનુષ્કાના પુનઃમિલન માટે લોકો આતુર છે, પરંતુ કમનસીબે આ વખતે એવું નથી થઈ રહ્યું. તેથી, આ ફક્ત ઈન્ડસ્ટ્રીમાં ચાલવાવાળી વાત છે.
આમિર ખાને તેના જન્મદિવસ પર આ જવાબ આપ્યો હતો
આમિર ખાને તેના જન્મદિવસ પર આરએસ પ્રસન્નાના પ્રોજેક્ટ વિશે પૂછેલા પ્રશ્નમાં કહ્યું હતું કે, 'મેં હજુ સુધી મારી આગામી ફિલ્મની જાહેરાત કરી નથી, તમને કેવી રીતે ખબર પડી? આયોજન ચાલી રહ્યું છે, ટૂંક સમયમાં તમને જણાવીશ.
અમે તમને જણાવી દઈએ કે 'કેમ્પિયોન્સ' (Campeones)માં એક ઘમંડી, શરાબી કોચની મુસાફરીનું વર્ણન છે જે બૌદ્ધિક વિકલાંગ લોકોની ટીમને તાલીમ આપે છે. આમિર ખાન 'લાલ સિંહ ચઢ્ઢા' પછી સુભાષ કપૂર સાથે 'મોગલ' શરૂ કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ તે હવે આરએસ પ્રસન્નાની ફિલ્મ પર કામ શરૂ કરશે. તેની સાથે આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે કોણ જોવા મળશે, તે પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર