3 idiots માટે અનુષ્કા શર્માએ આપ્યું હતું ઓડિશન? રાજકુમાર અને આમિર ખાન Video જોઇને પેટ પકડીને હસ્યા

ફાઇલ તસવીર

વીડિયોમાં અનુષ્કા શર્મા કહી રહી છે કે, વર્ષ 2007માં તેણે એક ફિલ્મની લીડ એક્ટ્રેસના રોલ માટે ઓડિશન આપ્યું હતું

  • Share this:
    બોલિવૂડમાં અનુષ્કા શર્માએ ખૂબ મહેનતથી પોતાનું સ્થાન જમાવ્યું છે. અનુષ્કા શર્માએ ત્રણેય ખાન સાથે કામ કર્યું છે. તે રાજકુમાર હીરાની અને આમિર ખાન જેવા કલાકારો સાથે પીકે ફિલ્મમાં કામ કરી ચુકી છે. જોકે, આ બંને સાથે કામ કરવા તેણે 3 ઇડિયટ્સ ફિલ્મ માટે પણ પ્રયત્ન કર્યો હતો. આ ફિલ્મ માટે તેણે ઓડિશન આપ્યું હતું. પરંતુ આ ઓડિશન નિર્માતાઓ સુધી પહોંચી શક્યું ન હતું. આ દરમિયાન અનુષ્કા શર્માનો ઓડિશન વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ચૂક્યો છે. અનુષ્કા શર્મા પોતે જ ઓડિશન અંગે લોકોને જણાવી રહી છે.

    અનુષ્કા શર્મા ઓડિશન વિડીયોમાં મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મનો ડાયલોગ બોલતા નજરે ચડે છે. આ ડાયલોગ મુન્નાભાઈ એમબીબીએસમાં ગ્રેસી સિંહે બોલ્યો હતો. વીડિયોમાં અનુષ્કા શર્મા ખૂબ જ યંગ દેખાય છે. તેણે લીલા કલરનું ટોપ પહેર્યું છે. આ વિડીયો પર ચાહકો ખૂબ પ્રતિભાવ આપી રહ્યા છે.

    ભરૂચ : વેલફેર કોવીડ હૉસ્પિટલમાં ભીષણ આગ, દર્દી અને સ્ટાફ સહિત 16 વ્યક્તિનાં મોત

    વીડિયોમાં અનુષ્કા શર્મા કહી રહી છે કે, વર્ષ 2007માં તેણે એક ફિલ્મની લીડ એક્ટ્રેસના રોલ માટે ઓડિશન આપ્યું હતું. તે ફિલ્મ 3 ઈડિયટ્સ હતી. આ ઓડિશન અંગે કોઈ જાણતું નથી. કોઈએ તે ઓડિશન જોયું જ નથી. રાજુ સરે પણ નથી જોયું.

    અક્ષય કુમારની બેલબોટમ OTT ઉપર થશે રિલીઝ: Hotstar સાથે થયો કરોડોનો કરાર

    વાયરલ થયેલા આ વીડિયોમાં રાજકુમાર હીરાની એમ કહેતા સંભળાય છે કે, અનુષ્કાએ 3 ઈડિયટ્સ માટે ઓડિશન આપ્યું હતું. ના...ના... અનુષ્કાએ તેવું ક્યારેય નથી કર્યું. આવું સાંભળ્યા બાદ અનુષ્કા શર્મા રાજકુમાર હિરાની અને આમિર ખાનને તે વીડિયો બતાવે છે. સેટ ઉપર તે વીડિયો જોઈને રાજકુમાર હિરાની અને આમિર ખાન ખૂબ હસે છે. અનુષ્કા હસવા લાગે છે.








    View this post on Instagram






    A post shared by nushkie♡ (@anushka.loops)






    અલબત્ત, થ્રી ઇડિયટ્સ ફિલ્મના પાંચ વર્ષ બાદ રાજકુમાર હિરાનીએ અનુષ્કા શર્માને આમિરખાન સામે પીકે ફિલ્મમાં કાસ્ટ કરી હતી. આ ફિલ્મ અનુષ્કા શર્માનો રોલ પત્રકારનો હતો.








    View this post on Instagram






    A post shared by nushkie♡ (@anushka.loops)






    અનુષ્કા શર્માના ફિલ્મની કારકિર્દી અંગે વાત કરીએ તો, તેની છેલ્લી ફિલ્મ શાહરૂખ ખાન સાથેની ઝીરો હતી. આ ફિલ્મમાં કેટરીના કેફ પણ જોવા મળી હતી. તાજેતરમાં જ તેના પ્રોડક્શન હેઠળ બુલબુલ નામની ફિલ્મ બની હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ હતી. આ પહેલા અનુષ્કા શર્મા દ્વારા નિર્મિત વેબ સિરીઝ પાતાલ લોક પણ રિલીઝ થઈ હતી. આ વેબ સિરીઝે ખૂબ ધમાલ મચાવી હતી.
    First published: