Home /News /entertainment /

વિરાટની કાકી બોલી- અમને નથી મળ્યું લગ્નનું આમંત્રણ

વિરાટની કાકી બોલી- અમને નથી મળ્યું લગ્નનું આમંત્રણ

વિરાટ-અનુષ્કા વિદેશ જવા નિકળ્યાં

વિરાટ-અનુષ્કા વિદેશ જવા નિકળ્યાં

મુંબઈ: એક તરફ વિરાટ અને અનુષ્કાના લગ્નની અટકળો ચાલી રહી છે. અને બીજી તરફ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અલગ અલગ એરપોર્ટ મારફતે વિદેશ જવા માટે નિકળ્યા. બુધવારે વિરાટ અને અનુષ્કાની ખબરો છવાયેલી રહી. સુત્રો અનુસાર બંને 12 ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કરવાના છે . જો કે આ વાતની હજુ સુધી પુષ્ટી કરવામાં આવી નથી. ત્યારે આ બધા વચ્ચે અનુષ્કા અને તેનો પરિવાર મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો.

ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીની કાકીનું ચોકાવનારુ નિવેદન આવ્યું સામે, વિરાટની કાકીએ કહ્યું કે, પરિવારનાં કોઇપણ સભ્યને વિરાટનાં લગ્ન અંગે કોઇ જ જાણકારી નથી. મધ્ય પ્રદેશનાં કટનીમાં રહેનારી વિરાટની કાકી અને શહેરની પૂર્વ મેયર આશા કહોલીએ NEWS18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, હજુ સુધી વિરાટ કે તેનાં માતા-પિતા તરફથી પરિવારનાં કોઇપણ સભ્યને લગ્ન અંગે કોઇ જ જાણકારી શેર કરવામાં આવી નથી.

વિરાટનાં કાકા-કાકી અને ભાઇ


સુત્રો અનુસાર અનુષ્કા અને તેનો પરિવાર સ્વિટઝરલેન્ડ ગયા છે. તો વિરાટ કોહલીએ દિલ્લીથી સ્વિટઝરલેન્ડની ફ્લાઈટ પકડી છે. તેમને પોતાનો અડધો ચહેરો છુપાવેલો હતો. જેથી કેટલાક લોકો તેને ઓળખી શક્યા ન હતાં. વિરાટ કોહલી દિલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજીત 11.30 કલાકે પહોંચ્યા હતા. અને તેમની ફ્લાઈટ 2.45ની હતી.

બીજી તરફ મુંબઈ એરપોર્ટ પર અનુષ્કાના પરિવાર સાથે વાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ તમામએ મૌન સાધ્યું હતું.
તો અનુષ્કાના સ્પોકપર્સનએ લગ્ના અહેવાલને નકાર્યા છે. પરંતુ અટકળો તો એ પણ કહે છે કે બંનેના લગ્નનો પ્રોગ્રામ 9 ડિસેમ્બરથી શરૂ થશે.

સુત્રો અનુસાર વિરાટના પરિવાર અને તેના મિત્રોએ પહેલાથી જ મિલાન અને ઇટલી માટેની ટિકિટ બુક કરાવી લીધી છે.

તો વિરાટના કોચ, રાજકુમાર શર્મા કે જે દિલ્લી અંડર-23 ટીમના કોચ પણ છે. જેને છુટ્ટી માટે અપ્લાઈ કર્યું છે. જો કે લગ્નનો ઉલ્લેખ કરીને છુટ્ટીની માગ કરી છે, પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યો કે લગ્ન કોના છે ત્યારે તમણે કહ્યું તેમના ભત્રીજાના લગ્ન છે.

જો કે બંનેના લગ્નએ ખાનગી બાબત છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયામાંથી કોઈ પણને લગ્નમાં બોલાવવામાં આવ્યા નથી. જો કે 21 ડિસેમ્બરે ભારતમાં રિસેપ્શન પાર્ટી રાખવાની વાત ચાલી રહી છે.
First published:

Tags: Anushka Sharma, Anushka virat wedding, Italy, Virushka wedding, Wedding, વિરાટ કોહલી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन