અનુષાએ કરણ કુંદ્રા સાથેના બ્રેકઅપ અંગે કર્યા ચોકાવનારો ખુલાસો
અનુષાએ કરણ કુંદ્રા સાથેના બ્રેકઅપ અંગે કર્યા ચોકાવનારો ખુલાસો
કરન કુન્દ્રા અને અનુષા દાંડેકરનું થયુ બ્રેકઅપ
અનુષાએ આગળ લખ્યું કે હા મને દગો મળ્યો છે અને મને ખોટું કહેવામાં આવ્યું છે. મે માફીની પણ રાહ જોઈ છે અને જે એણે ક્યારેય ન માંગી. પછી મે રિયલમાં શીખ્યું કે મારે માફી માગવાની હતી અને મારે ખુદને જ મને માફ કરવાની હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર કરણ કુંદ્રા (Karan Kundra) અને વીજે અનુષા દાંડેકર (Anusha Dandekar)ને 2020 ક્યારેય ન ભૂલાય એવું દુખ આપીને ગયું. છેલ્લા 6 વર્ષથી રિલેશનમાં રહેતા કરણ કુંદ્રા અને વીજે અનુષા દાંડેકર (Anusha Dandekar)નું બ્રેકઅપ થઇ ગયુ છે. જેના કારણે અનુષાને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે હવે અનુષાએ બ્રેકઅપના કારણનો ખુલાસો કર્યો છે અને એક લાંબી પોસ્ટ કરી છે. જે હવે ખુબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ખુબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે.
અનુષાએ પોસ્ટમાં લખ્યું કે, હા મે લવ સ્કૂલ નામથી એક શો કર્યો છે, હા હું તમારી લવ પ્રોફેસર હતી. હા મે જે પણ શેર કર્યું અને જે પણ સલાહ આપી દિલથી આપી અને રિયલ હતી એ જ આપી. તેણે આગળ લખ્યું કે-હા મે ખુબ પ્રેમ કર્યો, ખુબ ખુબ વધારે… હા જ્યારે મારા માટે પ્રયાસ કરવા સિવાય અને લડી લેવાં સિવાય કંઈ જ ન બચે ત્યાં સુધી હું કોઈને નથી છોડતી. આખરે હું પણ માણસ છું. હા મે પણ પોતાની જાતને ગુમાવી છે અને મારા આત્મ સન્માનને પણ ગુમાવ્યું છે.
અનુષા દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી
અનુષા લખે છે, હા મને દગો મળ્યો અને મને ખોટું કહેવામાં આવ્યું. મે માફીની પણ રાહ જોઈ છે અને જે એણે ક્યારેય માંગી નહીં. પછી મે રિયલમાં શીખ્યું કે મારે તો મારી પોતાની જ માફી માગવાની હતી અને મારે ખુદને જ મને માફ કરવાની હતી. હવે હું મોટી થઈ ગઈ છું અને આગળ વધી રહી છું. તેમજ સકારાત્મક વસ્તુને જોતા શીખી છું અને એ જ જોઈશ.
આગળ અનુષાએ લખ્યું કે મારી એક છેલ્લી સલાહ છે કે પ્રેમનાં કેટલાય રૂપ હોય છે. બસ તેને તમારા પર ભાર ન લાગવા દો. જેનાથી આપ હારી જશો. પ્રેમ દયાળુ, સન્માનજનક અને સૌથી વધારે તો ઈમાનદાર હોવો જોઈએ. તું આને લાયક છે અને હું આને લાયક છું એના કરતાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે આપણે એ પ્રેમને સમજીએ. આપણને લાગે છે કે આપણે આ પ્રેમને લાયક છીએ. મારી પ્રેમ કહાની હવે મારી સાથે શરૂ થાય છે.
અનુષાની આ પોસ્ટ પર ઘણાં બધા સેલિબ્રિટીઝ અને ફેન્સ કમેન્ટ અને રિએક્શન આપી રહ્યાં છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર