કસૌટી 2-મિસ્ટર બજાજ સાથે પ્રેરણાના લગ્ન કેવી રીતે તોડશે અનુરાગ?

શોમાં પ્રેરણા અનુરાગ સાથે સંબંધ તોડી બજાજ સાથે લગ્ન કરવા જઇ રહી છે.

શોની આગામી કહાની પ્રેરણા અને બજાજના લગ્નની તૈયારી અને લગ્ન સંગીતથી ઘૂમતી નજર આવશે.

 • Share this:
  સ્ટાર પ્લસનો જાણીતો શો "કસૌટી જિંદગી કી 2" માં એક રસપ્રદ ટર્નિંગ પોઇન્ટ જોવા મળી રહેશે. શોમાં પ્રેરણા અનુરાગ સાથે સંબંધ તોડી બજાજને પસંદ કરવા જઇ રહી છે. શોની આગામી કહાની પ્રેરણા અને બજાજની લગ્નની તૈયારી અને લગ્ન સંગીતથી ઘૂમતી નજર આવશે.

  જેમ આપણે તમામ જાણીએ છીએ, પ્રેરણાએ લગ્ન કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બજાજ પ્રેરણા સાથે લગ્ન કરવા પ્રપોઝ કરી રહ્યો છે. ત્યા પ્રેરણા અનુરાગ માટે બજાજ હાઉસમાં સામેલ થાય છે.

  પ્રેરણા જલ્દી જ લગ્નની રસમ પૂર્ણ કરવા માટે મંદિર જતી નજર આવશે. કોઈપણ રીતે અનુરાગ આ વિશે જાણશે અને લગ્નને રોકવા માટે તે ખૂબ પ્રયાસ કરશે. પ્રેરણાના આવા વર્તનથી અનુરાગની અંદર તેમની તરફ ખૂબ નફરત ઉદભવશે, અનુરાગને ખ્યાલ આવશે કે પ્રેરણાએ તેમની સાથે છેતરપિંડી કરી છે. હવે અનુરાગ અને બજાજ વચ્ચે એવી પરિસ્થિતિ ઊભી થશે જ્યારે બંને તેના પ્રેમને મેળવવા માટે એકબીજાના સામ-સામે આવી જશે.

  આ પણ વાંચો: VIDEO: 'સેક્રેડ ગેમ-2'નું ટ્રેલર રિલીઝ, 15 ઓગષ્ટનાં રિલીઝ થશે સિરીઝ  કસૌટી જિંદગી કી માં ચાલી રહેલા ટ્રેકની વાત કરીએ તો આ શો ના એપિસોડમાં પ્રેરણા અને અનુરાગના સંબંધમાં મિસ્ટર બજાજ આવવાને કારણે બન્ને વચ્ચે નફરત પેદા થાય છે. કારણકે પ્રેરણા મિસ્ટર બજાજ સાથે લગ્ન કરશે, ટ્રેક અનુસાર પ્રેરણા અને બજાજનો આમનો-સામનો થયો છે જ્યા અનુરાગને બચાવવા માટે પ્રેરણા કંઇપણ બલિદાન આપવા માટે તૈયાર થઇ જાય છે.

  તેની પાસે અન્ય કોઈ તક રહેલી નથી. પ્રેરણા બજાજ પાસે આવે છે અને અનુરાગ માટે તેનો સોદો સ્વીકારે છે. વધુમાં પ્રેરણા બતાવે છે કે તે ગર્ભવતી છે. જે મિસ્ટર બજાજને હેરાન કરી દેશે.
  Published by:Bhoomi Koyani
  First published: