Home /News /entertainment /

બેરોજગારીના કારણે એક્ટર બન્યા ચોકીદાર, અનુરાગ કશ્યપે કઈક આવું કહ્યું

બેરોજગારીના કારણે એક્ટર બન્યા ચોકીદાર, અનુરાગ કશ્યપે કઈક આવું કહ્યું

એક્ટર સવી સિદ્ધુ

નવાઝુદ્દીન સિદ્દીકીનું ઉદાહરણ આપતા અનુરાગ કશ્યપે કહ્યું, 'તેઓ વૉચમેન હતા, હું વેઇટર હતો. હું એકટરને મળ્યો છું, જે ભેળપુરી વેચે છે, બ્લેક ફ્રાઇડેના એક એક્ટરને હું મળ્યો છું, જે રિકશા ચલાવે છે. '

    ન્યૂઝ 18 ગુજરાતી: ગુલાબ, પટિયાલા, અને બ્લેક ફ્રાઇડે જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા એક્ટર સવી સિદ્ધુ બેરોજગારીના કારણે ચોકીદાર બની ગયા છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ બૉલિવૂડમાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે. જોકે, સવી અંગે ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ટ્વીટ કરીને કહ્યું ' અનેક એક્ટરો પાસે કામ નથી. હું સવી સિદ્ધુની ઇજ્જત કરું છું અને તેમણે ત્રણ વાર કામ આપ્યું છે, તે પોતાનું કામ ઇજ્જતપૂર્વક કરે છે. '

    નવાઝુદ્દીન સિદ્દીકીનું ઉદાહરમ આપતા અનુરાગ કશ્યપે કહ્યું, 'તેઓ વૉચમેન હતા, હું વેઇટર હતો. હું એકટરને મળ્યો છું, જે ભેળપુરી વેચે છે, બ્લેક ફ્રાઇડેના એક એક્ટરને હું મળ્યો છું, જે રિકશા ચલાવે છે. '



    તેમણે લખ્યું, “ મેં બાળપણના દિવસોમાં મહાન ઉદય ચંદ્રને ગલીયોમાં ફરતા જોયા છે, જેમણે ' હમ પાંચ' અને 'ખેલ ખિલાડી' જેવી ફિલ્મો કરી હતી. સિમ્પથીના કારણે કોઈ એક્ટરને કામ આપવો તેનું અપમાન કરવા બરાબર છે.

    અનુરાગ કશ્યપના મતે હવે સવીએ જાતે જ પોતાની મદદ કરવી પડશે. અનેક એક્ટર્સની જેમ તેમણે પણ કાસ્ટિંગ ડાયરેક્ટર્સ પાસે જવું પડશે. અનુરાગે કહ્યું કે મને તેમના પર ગર્વ છે કે તેમણે કલાકારોનું માથુ ઝુકવા નથી દીધું
    Published by:Jay Mishra
    First published:

    Tags: Anurag kashyap, Chowkidar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन