ટેક્સ ચોરીનાં આરોપ પર અનુરાગ કશ્યપે હેટર્સને આપ્યો જડબાતોડ જવાબ, બોલ્યા- 'દોબારા રીસ્ટાર્ટ'

ટેક્સ ચોરીનાં આરોપ પર અનુરાગ કશ્યપે હેટર્સને આપ્યો જડબાતોડ જવાબ, બોલ્યા- 'દોબારા રીસ્ટાર્ટ'
અનુરાગ કશ્યપ (Anurag Kashyap) એ તેનાં ઓફિસિયલ ટ્વિટર પેજ પર ટ્વીટ કરી તેની નવી ફિલ્મનાં સેટ પર એક તસવીર શેર કરતાં તેનાં હેટર્સને જવાબ આપ્યો છે આ તસવીરમાં તાપસી પન્નૂ (Taapsee Pannu) પણ તેમની સાથે નજર આવી રહી છે.

અનુરાગ કશ્યપ (Anurag Kashyap) એ તેનાં ઓફિસિયલ ટ્વિટર પેજ પર ટ્વીટ કરી તેની નવી ફિલ્મનાં સેટ પર એક તસવીર શેર કરતાં તેનાં હેટર્સને જવાબ આપ્યો છે આ તસવીરમાં તાપસી પન્નૂ (Taapsee Pannu) પણ તેમની સાથે નજર આવી રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સ્ટાર તાપસી પન્નૂ (Taapsee Pannu) અને અનુરાગ કશ્યપ (Anurag Kashyap)નાં ઘર અને ઓફિસમાં ત્રણ દિવસ સુધી રેડ ચાલી. જેમાં ઇન્કમ ટેક્સે ખુલાસો કર્યો છે કે, અત્યાર સુધીમાં 650 કરોડથી વધુની નાણાકિય અનિયમિતતા સામે આવી છે. જેનાં પર તાપસી પન્નીએ નિવેદન આપ્યું છે. આ મામલે અનુરાગ કશ્યપે ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી છે.

  અનુરાગ કશ્યપે તેનાં ઓફિશિયલ ટ્વિટર પેજથી ટ્વિટ કરીને નવી ફિલ્મનાં સેટની એક તસવીર શેર કરી છે. અને હેટર્સને જવાબ આપ્યો છે. ફોટોમાં અનુરાગ હસતા હસતા તાપસી પન્નૂનાં ખોળામાં બેઠેલો છે. અને બંને V એટલેકે વિક્ટ્રીની સાઇન બનાવતાં નજર આવે છે. અનુરાગે આ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'અને અમે #Dobaaraa રીસ્ટાર્ટ કરી રહ્યાં છે. અમારા હેટર્સને અમારા તરફી ખુબ બધો પ્રેમ'  આ પહેલાં તાપસી પન્નૂ (Tapsee pannu)એ સોશિયલ મીડિયા (Social Media) પર તેની ભડાસ કાઢી છે. તેણએ એક બાદ એક ત્રણ ટ્વિટ કરી છે. તેણે પહેલી ટ્વિટમાં લખ્યું છે, 'કથિત' બંગલાની ચાવી જે પેરિસમાં છે, કારણ કે, હું રજાઓ વિતાવવાં ત્યાં જવું છું.  અન્ય ટ્વિટમાં તેણે લખ્યું છે, 'કથિત પાંચ કરોડ રૂપિયાની રસીદ જે ભવિષ્ય માટે છે, આ પહેલાં તે પૈસા માટે ઇન્કાર કરવામાં આવ્યો ન હતો.' આ સાથે જ ગુસ્સાવાળી ઇમોજી પણ શેર કરવામાં આવી છે. અધિકારીઓનાં હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે, તાપસી પન્નૂને પાંચ કરોડનું કેશમાં ભુગતાન કરવામાં આવ્યું હતું જેની રસીદ તેનાં ઘરેથી મળી છએ. તેણે તેની ત્રીજી ટ્વિટમાં લખ્યું છેકે, 'માનનીય નાણા મંત્રી મુજબ, 2013માં મારે ત્યાં રેડ પડી હતી, હવે સસ્તી કોપી નહીં.'
  Published by:Margi Pandya
  First published:March 06, 2021, 18:31 pm

  ટૉપ ન્યૂઝ