Sacred gamesની એક્ટ્રેસે જણાવ્યું, અનુરાગ કશ્યપે કેવી રીતે શૂટ કર્યો હતો ન્યૂડ સીન

News18 Gujarati
Updated: July 12, 2018, 11:57 AM IST
Sacred gamesની  એક્ટ્રેસે જણાવ્યું, અનુરાગ કશ્યપે કેવી રીતે શૂટ કર્યો હતો ન્યૂડ સીન
નુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાને દ્વારા નિર્દેશિત વેબ સીરિઝમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દિકી, પંકજ ત્રિપાઠી અને રાધિકા આપ્ટે લિડ રોલમાં છે
News18 Gujarati
Updated: July 12, 2018, 11:57 AM IST
મુંબઇ: કુબ્રા સાયતનાં કેરેક્ટર 'કુક્કૂ'ને સેક્રેડ ગેમ્સમાં જેટલી લાઇમલાઇટ મળી છે, ઓરિજનલ બૂકમાં આ કિરદાર તેટલો અહ્મ નથી. આ ફિલ્મમાં કુબ્રા એક એવાં ટ્રાન્સેજન્ડરનો રોલ અદા કરી રહી છે જે જન્મથી એક છોકરો હતી પણ એક છોકરીની જેમ તેની જીંદગી વિતાવી રહી છે.

સેક્રેડ ગેમ્સમાં એક દ્રષ્યમાં કુબ્રાને નિર્વસ્ત્ર બતાવી હતી. આ એજ સીન છે જેમાં નવાઝે માલૂમ પડે છે કે કુક્કૂ એક યુવતી નથી. આ સીન માટે કુબ્રા નિર્વસ્ત્ર થવાનું હતું અને આ પહેલાં તેણે કેમેરા માટે ક્યારેય ન્યૂડ સીન નહોતો આપ્યો.

ટાઇમ્સ નાઉને આપેલાં ઇન્ટરવ્યું દરમિયાન કુબ્રાએ કહ્યું કે, આ સિન માટે અનુરાગે મને તૈયાર કરી હતી. તેણે મને કહ્યું હતું કે, કોઇ એવા વ્યક્તિને યાદ કર જેને તું ખુબ પ્રેમ કરે છે પણ હવે તેને મેળવી શકે તેમ નથી. થોડા જ સમયમાં મારી આંખોમાં આસું આવી ગયા. અને અનુરાગ બોલ્યો કે હવે અહીં કોઇ વાત નહીં કરે.

કુબ્રાએ કહ્યું કે, આ સિન બાદ અનુરાગે તે સીનને 7 વખત શૂટ કર્યો અને સાતેય વખત હું રડી હતી. તે મને વારંવાર કહેતો કે જો ગુસ્સો ન કરતી પણ અમે આને ફરી એક વખત શૂટ કરીશું. આખરી શોટમાં હું ફર્શ પર પડી ગઇ હતી અને કટ બોલ્યા બાદ પણ રડી રહી હતી. સેટ પર તાળીઓ વાગી રહી હતી અને હું ચુપચાપ રુમમાં જતી રહી હતી. મને તે સમયે ખબર ન હતી કે આ સિન કેવો શૂટ થયો છે. પણ જ્યારે મે સ્ક્રીન પર જોયો તો મને તેની ખુબસુરતી સમજ આવી હતી.

એક ટ્રાન્સજેન્ડરને ન્યૂડ દેખાડવાવાળા આ સીનને કઇજ પ્રકારનાં વિવાદનો સામનો કરવો પડ્યો નથી. સેક્રેડ ગેમ્સમાંન્યૂડિટીનાં ઘણાં દ્રશ્યો છે. પણ હજુ સુધી આ વેબ સીરીઝમાં ફક્ત રાજીવ ગાંદી અને ઇંદિરા ગાંધી અંગે વપરાયેલા અપશબ્દ અંગે વિવાદનો સામનો કરવો પડ્યો છે.

સેક્રેડ ગેમ્સને નેટફ્લિક્સ પર રિલીઝ કરી દેવામાં આવી છે. અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાને દ્વારા નિર્દેશિત વેબ સીરિઝમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દિકી, પંકજ ત્રિપાઠી અને રાધિકા આપ્ટે લિડ રોલમાં છે.
First published: July 12, 2018
વધુ વાંચો
अगली ख़बर