અનુરાગ કશ્યપે છાતીમાં દુઃખાવો ઉપડતા કરાવવી પડી એન્જીયોપ્લાસ્ટી, હવે તબિયતમાં સુધારો

અનુરાગ કશ્યપે છાતીમાં દુઃખાવો ઉપડતા કરાવવી પડી એન્જીયોપ્લાસ્ટી, હવે તબિયતમાં સુધારો
ફાઈલ તસવીર

હોસ્પિટલમાં તબીબોએ ચેકઅપ કર્યા બાદ તેમના હાર્ટમાં બ્લોકેજ હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તબીબોએ આપેલી સલાહ મુજબ અનુરાગે એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી.

  • Share this:
મુંબઈઃ જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક (Filmmaker and director) અનુરાગ કશ્યપને (Anurag kashyap) છાતીમાં દુઃખવો ઉપડતા મુંબઈના અંધેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં (hospital) તબીબોએ ચેકઅપ કર્યા બાદ તેમના હાર્ટમાં બ્લોકેજ (Blockage in the heart) હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તબીબોએ આપેલી સલાહ મુજબ અનુરાગે એન્જીયોપ્લાસ્ટી (Angioplasty) કરાવી હતી. હવે તેમની તબિયતમાં સુધારો છે.

અનુરાગ કશ્યપના પ્રવક્તાએ આ બાબતની પુષ્ટિ કરી છે. મિડ ડે સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, અનુરાગ કશ્યપની તબિયતમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમણે વધુમાં કહ્યું હતું કે, અનુરાગ કશ્યપ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. અનુરાગ કશ્યપ માર્ચ મહિનામાં તેમની આગામી ફિલ્મ દોબારાનું શૂટિંગ કરી ચુક્યા છે. એન્જીયોપ્લાસ્ટી પહેલા તેઓ ઘરે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ કરી રહ્યાં હતાં. જોકે, તબીબોએ તેમને ફરીથી કામે લાગતા પહેલા ઓછામાં ઓછા એક અઠવાડિયાનો આરામ કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ-લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video

આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

આ ફિલ્મમાં તાપસી પન્નુ સાથે પવેલ ગુલાટી લીડ રોલમાં જોવા મળશે. આ સાઈ-ફાઈ થ્રિલર ફિલ્મનું શૂટિંગ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું હતું. અનુરાગ અને તાપસી અગાઉ મનમર્જિયા ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે.

આ પણ વાંચોઃ-જામનગરઃ યુવરાજસિંહ જાડેજાની હત્યાનો live video, પહેલા કારથી મારી ટક્કર પછી છરી વડે કર્યો હુમલો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને એક્ટ્રેસ તાપસી પન્નુના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડયા હતા. જેના કારણે તેઓ સમાચારમાં છવાયેલા રહ્યા હતા.તેમના મુંબઈ અને પૂના ખાતેના ઠેકાણાઓએ તપાસ થઈ હતી. પૂણેની એક હોટેલ ખાતે અનુરાગ કશ્યપનું નિવેદન પણ લેવાયું હતું. જે દરમિયાન તેમના ફોનને કબ્જે કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, અનુરાગના લેપટોપ અને ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલાયા હતા.
Published by:News18 Gujarati
First published:May 27, 2021, 23:50 pm

ટૉપ ન્યૂઝ