અનુરાગ કશ્યપની દીકરીએ તેની માતાને પૂછ્યું-વર્જિનિટી ગુમાવવાની યોગ્ય ઉંમર કઈ?

તસવીર સૌજન્ય @aaliyahkashyap/Instagram)

અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ની દીકરી આલિયા કશ્યર (Aaliyah Kashyap) બોલ્ડ છે. તે પોતાના માતાપિતાને કોઈ પણ સવાલ બેબાક પૂછી લે છે. જાણો આ સવાલ શા માટે પૂછવામાં આવ્યો, શું છે મામલો

 • Share this:
  બૉલિવૂડના ડાયરેક્ર અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ની દીકરી આલિયા કશ્યપ (Aaliyah Kashyap) પિતાની જેમ કાયમ ચર્ચાઓમાં રહે છે. ક્યારે પ્રેમી સાથેના સંબંધોના કારણે તો ક્યારે પોતાના બેબાક નિવેદનોના કારણે આલિયા હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. તાજેતરમાં ફાધર્સ ડેના જિવસે અનુરાગ સાથે બનાવેલા બ્લૉગના કારણે તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. દરમિયાન તેણે પોતાના પિતાને પૂછ્યું હતું કે તમારી દીકરી તમને કહે કે તે પ્રેગ્નેન્ટ છે તો તમે શું જવાબ આપશો? આનો જવાબ આપતા અનુરાગે કહ્યુ કે 'હું એને સ્વીકારીશ, એ જે પણ કરશે એમાં હું એનો સાથ આપીશ. એના માટે કોઈ કિંમત ચુકવવી પડે તો પણ હું તેની સાથે જ રહીશ' કઈક આવો જ વીડિયો આલિયાએ તેની માતા આરતી બજાજ સાથે વર્ષ 2020માં પણ બનાવ્યો હતો.

  આલિયા યૂ-ટ્યૂબ પર તેની માતા સાથે સવાલ જવાબના વીડિયો બનાવીને શેર કરે છે. આ દરમિયાન તેના સેશનમાં પોતાના ચાહકો દ્વારા પૂછવામાં આવતા સવાલોના જવાબ પણ આલિયા તેની માતાને પૂછતી રહે છે. જેમ કે એક સવાલ એવો પૂછવામાં આવ્યો હતો કે 'બ્રેકઅપ પછી બહર કેવી રીતે આવવું?' આના જવાબમાં આલિયાની માતાએ કહ્યું હતું 'આ તો જીવનનો ભાગ છે. તમને ખરાબ લાગે, દુખ થાય તમે રોવાના દિવસોમાંથી પસાર થાવ પણ પરંતુ ધીરે ધીરે સારા સમયને યાદ કરતા કરતા તમે આગળ વધી જાઓ'

  તસવીર સૌજન્ય : aaliyahkashyap/Instagram)


  દરમિયાન એક સવાલ ડેટિંગ અંગે પણ પૂછવામાં આવ્યો હતો કે 'ડેટિંગ માટેની યોગ્ય ઉંમર કઈ ગણાય?' આ સવાલના જવાબમાં આરતી બજાજે કહ્યું 'નેવર' બાદમાં જવાબ આપ્યો '18 વર્ષની ઉંમર પછી કારણ કે ત્યાં સુધીમાં તમે સેન્સિબલ બની જાઓ છો.

  ત્યારબાદ પ્રથમ કિસ ક્યારે કરી હતી તેના વિશે સવાલ પૂછવામાં આવ્યો જોકે, પહેલાં તો તેણે ના જ પાડી બાદમાં વારંવાર જવાબ પૂછવામાં આવ્યો ત્યારે કહ્યું કે જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેણ ફર્સ્ટ કીસ કરી હતી'

  દરમિયાન એક સવાલ પૂછવામાં આવ્યો કે વર્જિનિટી ગુમાવવાની યોગ્ય ઉંમર કઈ હોય છે? આ સવાલના જવાબમાં આલિયાની માતા આરતી બજાજે જણાવ્યું હતું કે 'યોગ્ય વ્યક્તિ સાથે જ્યારે તમે તૈયાર થઈ જાવ ત્યારે, જો રાહ જોઈ શકતા હોવ તો રાહ જુઓ.'

  આ ઉપરાંત એક સવાલ પૂછવામાં આવ્યો કે અકસ્માતે ગર્ભ રહી જાય તો? આ સવાલના જવાબમાં આલિયાની માતા આરતી કહે છે કે 'પ્લીઝ આવું ન કરશો. એક બાળકનું જન્મવું અલગ વાત હોય છે. આના માટે તમે પહેલાં પોતાના પગભર થાઓ. મારા મતે તો 30 વર્ષની ઉંમર પહેલાં માતા બનવાની ઉતાવળ ન કરવી જોઈએ.'અનુરાગ કશ્યપની દીકરીએ તેની માતાને પૂછ્યું-વર્જિનિટી ગુમાવવાની યોગ્ય ઉંમર કઈ?
  Published by:Jay Mishra
  First published: