અનુરાગ કશ્યપની દીકરીએ બોયફ્રેન્ડ સાથેની અંગતપળોના PHOTOS અને Video પોસ્ટ કર્યા, ઇન્સ્ટામાં મચાવી ધૂમ

આલિયા કશ્યપની પ્રમી સાથેની તસવીર અને વીડિયો વાયરલ

Aaliyah Shares Intimate Photos: આલિયા કશ્યપ બોયફ્રેન્ડ શેન (Shane Gregoire) સાથે તાજેતરમાં જ ભારતમાં આવી હતી. તે અનુરાગ કશ્યપની (Anurag Kashyap )પ્રથમ પત્ની આરતી બજાજની પુત્રી છે

 • Share this:
  મુંબઈ : જાણીતા ફિલ્મ નિર્દેશ અને દિગ્દર્શક અનુરાગ કશ્યપ (Film Director and Producer Anurag Kashyap) પોતાના બિંદાસ અંદાજ માટે જાણીતા છે. જોકે, અનુરાગ કશ્યપની જેમ જ તેની દીકરી આલિયા કશ્યપ (Aaliya Kashyap) પણ તેના બિંદાસ અંદાજ માટે ચર્ચામાં છે. તાજેતરમાંજ આલિયા કશ્યપે તેના બોયફ્રેન્ડ શેન ગ્રોગોયર (Aaliya Kashyap Boyfriend Shane Gregoire) ના જન્મદિવસે તેની સાથે વિતાવેલી કેટલીક અંગતપળોની તસવીર અને વીડિયો (Aaliyah Shares Intimate Photos With Boyfriend) ઇન્સ્ટાગ્રામમાં (Instagram) પોસ્ટ કરતા ઇન્ટરનેટ પર ધૂમ મચી છે.

  આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બોયફ્રેન્ડ શેન સાથેની કેટલીક મધુર પળોની તસવીરો અને વીડિયોની યાદગીરી એક ગેલેરી બનાવી અને શેર કરી હતી. આલિયા અને શેન એકબીજાને કેટલાક વર્ષોથી પ્રેમ કરી રહ્યા છે. આ તસવીરોમાં ડેટ નાઇટ, બીચની બીકની તસવીરો, તેમજ એક કિસ કરતો વીડિયો પણ શામેલ છે.

  આ તસવીરો અને વીડિયો શેર કરતા આલિયા કશ્યપે લખ્યું છે “Happy 22nd birthday to my love! you make me feel like the luckiest girl in the whole wide world and I’m so grateful to have met you. I love you forever."

  એટલે કે મારા પ્રિય તને 22માં જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. હુ વિશ્વની સૌથી ખુશકિશ્મત છોકરી છુ કારણ કે તું મને મળ્યો છે. હું તને કાયમ પ્રેમ કરીશ' આ પોસ્ટ આલિયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને પેજ પરમ મૂકી છે. કેટલાય ફોલોવર્સ બંને પ્રેમી પંખીડાઓને શુભકામનાઓ આપી રહ્યા છે.
  કોણ છે આલિયાનો બોયફ્રેન્ડ શેન, શું છે તેની ઓળખ

  આલિયા કશ્યપનો બોયફ્રેન્ડ શેન અમેરિકાનો એક આંત્રપ્રિન્યોર એટલે કે મોટો વ્યવસાયી છે. તે પોતાની જાતને કોન્સિયસનેસનો રિસર્ચર પણ કહેડાવે છે. તેણે મ્યુઝિક કંપની માટે રોકેટ પાવર્ડ સાઉન્ડની શોધ કરી છે અને તે પોતાની ઓળખ તેના થકી વધુ પ્રચલિત હોવાનું તેની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી જણાવે છે.

  બોલિવૂડના સ્ટાર સંતાનો માટે સામાન્ય બાબત છે

  આલિયા કશ્યપની આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જોકે, બૉલિવૂડના સ્ટાર સંતાનો માટે આ કોઈ નવી વાત નથી. આ સંતાનો માટે આ પ્રકારના મોમેન્ટ્સ એક સામાન્ય ઘટના છે અને તેઓ દુનિયાની પરવાહ કર્યા વગર તેને જાહેર પ્લેટફોર્મ પર પણ શેર કરે છે. અગાઉ પણ અનેક સેલિબ્રિટીના સંતાનો આ પ્રકારે જાહેરમાં પોતાના પ્રેમને પ્રસ્તૂત કરી ચુક્યા છે.
  Published by:Jay Mishra
  First published: