અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્યનું નિધન, 35 વર્ષની ઉંમરમાં દુનિયાને કહ્યુ અલવિદા

માતા સાથે આદિત્ય.

અનુરાધા પૌડવાલ (Anuradha Paudwal)નો પુત્ર આદિત્ય પૌડવાલ (Aditya Paudwal) છેલ્લા ઘણા સમયમથી બીમાર હતી. કિડનીની બીમારીને કારણે ગત દિવસોમાં તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 • Share this:
  મુંબઈ: 2020નું વર્ષ અનેક ઝટકા આપી ચુક્યું છે. હજુ આ ક્રમ ચાલુ જ છે. કોરોના વાયરસ (Coronavirus) અને અન્ય કારણને લીધે અસંખ્ય લોકોનાં મોત થયા છે. આ દરમિયાન સિનેમાના જગતની અનેક હસ્તી પણ દુનિયાની છોડીને જતી રહી છે. તેમના નિધનના દુઃખમાંથી લોકો બહાર નથી આવ્યા ત્યાં જ વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભજન ગાયિકા અનુરાધા પૌડવાલ (Anuradha Paudwal)ના પુત્ર આદિત્ય પૌડવાલ (Aditya Paudwal)નું નિધન થયું છે. આદિત્ય પૌડવાલે ફક્ત 35 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે આદિત્ય પૌડવાલ છેલ્લા ઘણા સમયથી કીડનીની બીમારીથી પીડિત હતો. આ કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કિડની ફેલ થવાથી આજે સવારે આદિત્યનું નિધન થયું હતું. આદિત્યના જવાથી પૌડવાલ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આદિત્ય પૌડવાલના નિધનના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર લોકો તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.


  આદિત્ય પૌડવાલ પણ માતાની જેમ ભજનો અને ભક્તિ ગીતો ગાતો હતો. આ ઉપરાંત તે મ્યુઝિક કમ્પોઝ પણ કરતો હતો. આ વર્ષની શરૂઆતમાં એક મુલાકાતમાં આદિત્યએ કહ્યુ હતુ કે, તે ભક્તિ સંગીત પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાનું વિચારી રહ્યો છે. આદિત્યનું નામ ભારતમાં સૌથી નાની ઉંમરના મ્યુઝિક કમ્પોઝર તરીકે 'લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ'માં પણ સામેલ છે.

  નોંધનીય છે કે અનુરાધા પૌડવાલના લગ્ન અરુણ પૌડવાલ સાથે થયા છે. તેઓ પ્રસિદ્ધ સંગીતકાર એસ.ડી. બર્મનના સહાયક હતા. ખુદ અરુણ પૌડવાલ એક સંગીતકાર હતા. 90ના દાયકામાં જ્યારે અનુરાધા પૌડવાલની કારકિર્દી શીખર પર હતી ત્યારે જ તેમના પતિ અરુણ પૌડવાલનું એક દુર્ઘટનામાં નિધન થયું હતું. હવે તેમનો પુત્ર પણ આ દુનિયાને છોડીને જતો રહ્યો છે. પૌડવાલ પરિવારમાં હવે અનુરાધાની એક દીકરી છે, જેનું નામ કવિતા પૌડવાલ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: