ઘણી વખત ઈ-શોપિંગ મામલે છેતરપિંડીના કિસ્સા પણ સામે આવે છે. સિરિયલ અનુપમા (Anupamaa) ફેમ પારસ કલનાવત (Paras Kalnawat) પણ તાજેતરમાં આવા ફ્રોડનો શિકાર બન્યો. પારસ કલનાવતે ટ્વીટરના માધ્યમથી પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે જણાવ્યું છે.
મુંબઈ. દિવાળી (Diwali) નજીક આવતાં જ ઈ-કોમર્સ સાઈટ્સ પર સેલની ભરમાર લાગે છે. તહેવારો પર ઈ-કોમર્સ કંપનીઓની એવી-એવી જાહેરાતો આવે છે, જેને જોયા બાદ લોકો પોતાને શોપિંગ કરતા નથી રોકી શકતા. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી દરેક જણ શોપિંગ કરવામાં લાગી જાય છે પણ ઘણીવાર ઈ-શોપિંગને લઈને ફ્રોડ પણ જોવા મળે છે. ટીવી સિરિયલ અનુપમા (Anupamaa) ફેમ પારસ કલનાવત (Paras Kalnawat) તાજેતરમાં આવા જ ફ્રોડનો શિકાર બન્યો.
પારસ કલનાવતે ટ્વીટરના માધ્યમથી પોતાની સાથે થયેલી છેતરપિંડીની માહિતી આપી હતી અને તેના ચાહકોએ આ વાતને લઈને નારાજગી પણ દર્શાવી છે. પારસ કલનાવતે ટ્વીટમાં લખ્યું કે, ‘તો અહીં મને ફ્લિપકાર્ટના નથિંગ બોક્સમાં કંઈ જ નથી મળ્યું! ફ્લિપકાર્ટ ખરેખર સમય સાથે ખરાબ થઈ રહ્યું છે અને લોકો ટૂંક સમયમાં જ વસ્તુ ખરીદવાનું બંધ કરી દશે.’ પોતાની આ ટ્વીટમાં પારસે ફ્લિપકાર્ટને ટેગ પણ કર્યું હતું.
વાત એમ છે કે, એક્ટરે ફ્લિપકાર્ટમાંથી 6 હજાર રૂપિયાની કિંમતના ‘Nothing Ear’ નામના ઈયરફોન મંગાવ્યા હતા. પરંતુ, જ્યારે તેના સુધી ઓર્ડરની ડિલીવરી થઈ તો બોક્સ જોઈને તે ચોંકી ગયો. ઓર્ડર રિસીવ કરીને પારસે જોયું તો એમાં ઈયરફોન જોવા મળ્યા ન હતા. એ પછી તેણે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એ બોક્સના ફોટોઝ પણ શેર કર્યા હતા.
પારસ કલનાવતે ફોટો શેર કરીને ફ્લિપકાર્ટની ફરિયાદ કરી. (ફોટો- twitter/@paraskalnawat)
પારસ કલનાવતની આ ટ્વીટનો ફ્લિપકાર્ટે જવાબ પણ આપ્યો હતો. ફ્લિપકાર્ટે અભિનેતાની માફી માગી છે. કંપનીએ કહ્યું કે, ‘સોરી, અમે તમારી ચિંતા સમજી શકીએ છીએ. અહીં અમે તમારી મદદ કરવા માટે છીએ. અમારી સાથે તમે પોતાનો ઓર્ડર આઈડી સાથે શેર કરો, જેથી અમે તેના પર ધ્યાન આપી શકીએ અને તમારી મદદ કરી શકીએ. તમારી પ્રતિક્રિયાની રાહ જોઈએ છીએ.’
પારસની ટ્વીટ પરથી દેખીતું છે કે તેનો ફ્લિપકાર્ટ સાથેનો અનુભવ સારો નથી રહ્યો. તેણે ઈયરફોનનો ખાલી બોક્સ શેર કરીને આ ઘટના અંગે જણાવ્યું હતું. આ જોઈને તેના ચાહકો પણ ઓનલાઈન ખરીદીને લઈને સજાગ થઈ ગયા છે અને ફ્લિપકાર્ટ પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પારસ કલનાવત લોકપ્રિય ટીવી સિરિયલ ‘અનુપમા’માં અનુપમાના દીકરા સમરનો રોલ કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર