Home /News /entertainment /Anupamaa પર બનશે Web Series? રૂપાલી ગાંગુલી ફેમ આ શોના 11 એપિસોડમાં શરૂઆતની વાર્તા જોવા મળશે
Anupamaa પર બનશે Web Series? રૂપાલી ગાંગુલી ફેમ આ શોના 11 એપિસોડમાં શરૂઆતની વાર્તા જોવા મળશે
અનુપમા વેબ સિરીઝ
Anupamaa Web Series : અનુપમા OTT પ્લેટફોર્મે પ્રિક્વલ માટે 'અનુપમા'ના નિર્માતા રાજન શાહીનો સંપર્ક કર્યો છે. એવું માનવામાં આવે છે કે, રાજનને પણ આ આઈડિયા પસંદ આવ્યો છે અને ટૂંક સમયમાં તેના પર કામ શરૂ કરવામાં આવશે
Anupamaa Web Series : રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) અને ગૌરવ ખન્ના (Gaurav Khanna) સ્ટારર શો અનુપમાના ચાહકો માટે સારા સમાચાર છે. ટીઆરપી ચાર્ટમાં ટોચ પર રહેલો આ શો દર્શકોને પસંદ છે. 45 વર્ષની મહિલા અનુપમાની આસપાસ ફરતી વાર્તા આ દિવસોમાં એક રસપ્રદ વળાંકમાંથી પસાર થઈ રહી છે, જ્યારે નિર્માતાઓએ હવે આ લોકપ્રિયતાનો લાભ લેવાનું નક્કી કર્યું છે. જ્યારે આ શો ટીવીની દુનિયાના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે, ત્યારે અહેવાલ છે કે, આ શોની પ્રિક્વલ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
'અનુપમા'ની પ્રિક્વલ વેબ સિરીઝ હશે, જે OTT પ્લેટફોર્મ Hotstar પર રિલીઝ થશે. ટેલી ચક્કરના અહેવાલ મુજબ, હોટસ્ટારે 11 એપિસોડમાં વિશ્વના નંબર વન શોને બતાવવાનું નક્કી કર્યું છે. અનુપમા અને વનરાજના 10 વર્ષ પહેલા થયેલા લગ્નને ફ્લેશબેકમાં બતાવવામાં આવશે. તેમના જીવનના શરૂઆતના દિવસોની વાર્તા 11 એપિસોડમાં બતાવવામાં આવશે. મતલબ કે શોના તમામ પ્રખ્યાત પાત્રો એટલે કે બા, બાપુજી, તોશુ યુવા અવતારમાં જોવા મળશે. જોકે, મેકર્સ તરફથી આવી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
રાજન શાહીને આ વિચાર ગમ્યો
સમાચાર અનુસાર, OTT પ્લેટફોર્મે પ્રિક્વલ માટે 'અનુપમા'ના નિર્માતા રાજન શાહીનો સંપર્ક કર્યો છે. એવું માનવામાં આવે છે કે, રાજનને પણ આ આઈડિયા પસંદ આવ્યો છે અને ટૂંક સમયમાં તેના પર કામ શરૂ કરવામાં આવશે. આ સાથે શોના દર્શકોને જૂના દિવસોની યાદોને તાજી કરવાનો મોકો પણ મળશે.
દરમિયાન શોમાં અમે જોયું કે, અનુજ કાપડિયા હોળીની ઉજવણીના અવસર પર બધાની સામે અનુપમા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આના પર, બા કહે છે કે સમાજ આ સંબંધને ક્યારેય સ્વીકારશે નહીં અને અનુપમાને અનુજ સાથેના તેના સંબંધને સમાપ્ત કરવા કહે છે. વનરાજ અને પાખી પણ અનુપમાના લગ્નની વિરુદ્ધ છે. સ્ટાર પ્લસ પર આવતા શોમાં રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, મદાલસા શર્મા, સુધાંશુ પાંડે, નિધિ શાહ, પારસ કાલનવત જેવા કલાકારો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર