'અનુપમા'ની સાસુ 'લીલા' અને વહુ 'કિંજુ બેબી' નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ

'અનુપમા'ની સાસુ 'લીલા' અને વહુ 'કિંજુ બેબી' નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ
અલ્પના બૂચ અને નિધિ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

શોમાં અનુપમાની (Anupamaa)સાસુ લીલા શાહનો રોલ અદા કરનારી અલ્પના બુચ (Alpna Buch) અને શોમાં તેની વહુ કિંજલનો રોલ અદા કરનારી નિધિ શાહ (Nidhi Shah) બંને કોરોના મહામારીનો ભોગ બની ગઇ છે. આ વાતની માહિતી શોનાં પ્રોડ્યૂસર રાજન શાહીએ જણાવી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીનાં મોટાભાગનાં કલાકારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કોરોનાનો (Covid 19 Positive)કહેર દરેકને પોતાની અડફેટે લઇ રહ્યો છે. અને હવે આ લિસ્ટમાં વધુ બે નામ જોડાઇ ગયા છે. ટીવીનાં મોસ્ટ ટીઆરપી રેટિંગ શો માંથી એક 'અનુપમા'નાં (Anupamaa) બીજા બે સભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

  શોમાં અનુપમાની સાસુ લીલા શાહનો રોલ અદા કરનારી અલ્પના બુચ (Alpna Buch) અને શોમાં તેની વહુ કિંજલનો રોલ અદા કરનારી નિધિ શાહ (Nidhi Shah) બંને કોરોના મહામારીનો ભોગ બની ગઇ છે. આ વાતની માહિતી શોનાં પ્રોડ્યૂસર રાજન શાહીએ જણાવી છે.  આ પહેલાં શોનાં લિડ કેરેક્ટર અનુપમા એટલે કે રુપાલી ગાંગુલી અને વનરાજ શાહ એટલે કે સુધાંશુ પાંડે કોરોનાની ચપેટમાં આવી ગયા હતાં જેથી હાલમાં શોનો ટ્રેક એવો બતાવવામાં આવ્યો છે કે, તેઓ અમદાવાદની બહાર છે અને ત્યાં કર્ફ્યૂ લાગી ગયો છે તેથી તેઓ ઘરે પરત નથી આવી શકતાં.

  તો બીજી તરફ આ પહેલાં શોમાં અનુપમાનાં મોટા દીકરા પારિતોષનો રોલ અદા કરનારા આશિષ મહેરોત્રાને પણ કોરોના થઇ ગયો હતો જેને કારણે તે હાલમાં વિદેશ ગયો હોવાનો ટ્રેક બતાવવામાં આવ્યો છે.

  શોમાં સૌથી પહેલાં અનુપમાનાં નાના દીકરા સમરને કોરોના થયો હતો. તે સમયે તેને મુંબઇ ડાન્સ ટ્રેનિંગ માટે ગયો હોવાનું બતાવવામાં આવ્યું હતું. જે બાદ સમર એટેલે કે પારસનાં પિતાનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ હતું જેથી તેને શોથી દૂર હતો. હાલમાં તે શો પર પરત આવી ગયો છે.
  Published by:Margi Pandya
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ